Ahmedabaના રખિયાલમાં આંતક ફેલાવનાર ગુંડાઓના ગેરકાયદેસર ઘર પર દાદાનું ફરી વળ્યું બુલડોઝર
અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ઘરે આજે બુલડોઝર ફરી વળશે,ત્યારે આરોપીઓએ 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો હતો ત્યારે બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે મ્યુ.કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી AMC ફેરવશે બુલડોઝર. ગેરકાયદેસર રીતે કરતા હતા વસવાટ બાપુનગરના અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યા પર મકાનો ફાળવી દેવાયા છે પરંતુ આરોપી દ્વારા આ જુના મકાનો કાલી કરાતા ન હતા અને દાદાગીરી કરીને વસવાટ કરતા હતા,કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં અકબરનગર છાપરા વિસ્તારમાં મકાન બાબતે સર્વે થઈ ગયો છે,આરોપીઓનું વર્તન સરકાર અને સમાજ વિરોધી હોવાથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે,હાલમાં મકાનો તોડવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છેઅમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેફુઝ અને અલ્તાફ ઉર્ફે જુમ્મનને દબોચી લેવાયા છે. લુખ્ખાતત્વોએ જાહેરમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાફા પડ્યા હતા. તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા કેમેરામાં દેખાયા હતા. જાણો શું હતો સમગ્ર કેસ શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બુધવારની રાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસની હાજરી હોવા છથાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર સાથે તોફાન કર્યું હતું. એટલું જ નહીં પોલીસની ગાડી પાસે ઉભેલા પોલીસકર્મીને હથિયાર બતાવી જબરજસ્તી પોલીસને ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આરોપીએ રખિયાલ વિસ્તારમાંથી આતંક શરૂ કર્યો હતો જે બાપુનગર સુધી ચાલ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ઘરે આજે બુલડોઝર ફરી વળશે,ત્યારે આરોપીઓએ 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો હતો ત્યારે બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે મ્યુ.કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી AMC ફેરવશે બુલડોઝર.
ગેરકાયદેસર રીતે કરતા હતા વસવાટ
બાપુનગરના અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યા પર મકાનો ફાળવી દેવાયા છે પરંતુ આરોપી દ્વારા આ જુના મકાનો કાલી કરાતા ન હતા અને દાદાગીરી કરીને વસવાટ કરતા હતા,કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં અકબરનગર છાપરા વિસ્તારમાં મકાન બાબતે સર્વે થઈ ગયો છે,આરોપીઓનું વર્તન સરકાર અને સમાજ વિરોધી હોવાથી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે,હાલમાં મકાનો તોડવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેફુઝ અને અલ્તાફ ઉર્ફે જુમ્મનને દબોચી લેવાયા છે. લુખ્ખાતત્વોએ જાહેરમાં હથિયાર લઇને આતંક મચાવ્યો હતો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર ગુંડાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી છે. તલવાર લઈને દાદાગીરી કરનાર લુખ્ખાઓને ચાલવાના પણ ફાફા પડ્યા હતા. તલવાર બતાવનાર અસામાજિક શખ્સો હાથ જોડતા કેમેરામાં દેખાયા હતા.
જાણો શું હતો સમગ્ર કેસ
શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બુધવારની રાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસની હાજરી હોવા છથાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર સાથે તોફાન કર્યું હતું. એટલું જ નહીં પોલીસની ગાડી પાસે ઉભેલા પોલીસકર્મીને હથિયાર બતાવી જબરજસ્તી પોલીસને ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આરોપીએ રખિયાલ વિસ્તારમાંથી આતંક શરૂ કર્યો હતો જે બાપુનગર સુધી ચાલ્યો હતો.