Agriculture : લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ
નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ રૂ.૨,૪૨૫/- પ્રતી ક્વી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. કેન્સલ ચેકની રકમ સાથે રાખવી લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી શરૂ કરવામાં આવી છે. આથી ઈચ્છુક તમામ ખેડૂત મિત્રોને નોંધણી કરવા અપીલ કરવામાં આવી છે. નોંધણી માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭,૧૨/ ૮અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથે નો દાખલો, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ઓનલાઈન નોંધણી ફરજિયાત ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.કાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી. ખબર ના પડે તો હેલ્પ લાઈનનો સંપર્ક કરો નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ રૂ.૨,૪૨૫/- પ્રતી ક્વી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
કેન્સલ ચેકની રકમ સાથે રાખવી
લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી શરૂ કરવામાં આવી છે. આથી ઈચ્છુક તમામ ખેડૂત મિત્રોને નોંધણી કરવા અપીલ કરવામાં આવી છે. નોંધણી માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭,૧૨/ ૮અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથે નો દાખલો, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ઓનલાઈન નોંધણી ફરજિયાત
ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.કાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી.
ખબર ના પડે તો હેલ્પ લાઈનનો સંપર્ક કરો
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહે.