48 દિવસે સરકાર સહાનુભૂતિનો દેખાડો કરી ગઈ પણ ન્યાય ક્યારે? રાજકોટ અગ્નિકાંડના પીડિતોની પીડા

Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમઝોન (TRP Game Zone)ના પીડિત પરિવારાને આજેય એ વાતનું દુઃખ છેકે, આ ઘટનામાં તેઓને ન્યાય મળી શક્યો નથી. સરકાર પણ માત્ર સહાનુભૂતિનો ડોળ રચી રહી છે. ખુદ સરકાર જવાબદાર અધિકારી-ભાજપના પદાધિકારીઓને બચાવવાની ફિરાકમાં છે.ત્રણ દિવસ અગાઉ ખુદ મુખ્યમંત્રીએ તેડુ મોકલીને રાજકોટ અગિગ્નિકાંડના પીડિત પરિવારોને ગાંધીનગર મળવા બોલાવ્યા. આ મામલે અસહ્ય વેદનાને વાચા આપતાં અસરગ્રસ્તોએ કહ્યું કે રાજકોટવાસીઓ સજજડ બંધ પાળ્યો અને રાહુલ ગાંધી અમને મળ્યા એટલે માત્ર દેખાડો કરવા સરકારે અમને તેડાવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 48 દિવસના વ્હાણા વિત્યા ભાજપનો એકેય ધારાસભ્ય, સાંસદ, મંત્રી, પંચાયતના પદાધિકારી કે મ્યુનિસિપલ કોર્પોરેટર અમને મળવા આવ્યા નથી. સહાનુભૂતિ સુધ્ધાં વ્યક્ત કરવા નથી આવ્યા. મુખ્યમંત્રીને મળ્યા પછી જે યાયિક માંગણીઓ રજૂ કરી તે અંગે કોઈ પગલા લેવાયાં નથી.આ પણ વાંચો : 'માપમાં રહેજે, આ તો મણિપુરનો છોકરો સમજી...', પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાને ધમકાવ્યોપડધરી વિસ્તારમાં રહેતા એક પિતાએ જુવાનજોધ કંધોતર દિકરો ગુમાવ્યો છે. આ જ વિસ્તારમાં અન્ય બે પરિવારોએ પણ યુવાન પુત્રો જેમાં એક તો એકનો એક હતો તે ગુમાવ્યા છે. આ પીડિતોએ કહ્યું અમને ન્યાય અપાવવા પ્રયાસ થતો નથી. સરકારને જાણે કોઈ રસ જ નથી. અમારી વેદના, પીડાને ભાજપના નેતાઓ સમજવા તૈયાર જ નથી. આ નેતાઓને માત્રને માત્ર પૈસામાં જ રસ છે, લોકો ભલે દર્દનાક મોતને ભેટે સરકારને જાણે કોઈ પરવાહ જ નથી તેવો રાજકોટવાસીઓને અહેસાસ થઈ રહ્યો છે.અગ્નિકાંડનેઆજે 48 દિવસ થયા છે. તપાસનો દોર આગળ વધી રહ્યો છે. પણ આ તપાસથી પીડિતોને લેશમાત્ર સંતોષ નથી. પીડિત પરિવારોએ જણાવ્યું કે, જો સાચી દિશામાં તપાસ થાય તો ભાજપના જ નેતાઓ સુધી જ નહીં, ગાંધીનગર સુધી પણ રેલો પહોંચે તેમ હોય તેની સામે પગલા લેવાતા નથી એવું અમને લાગે છે.

48 દિવસે સરકાર સહાનુભૂતિનો દેખાડો કરી ગઈ પણ ન્યાય ક્યારે? રાજકોટ અગ્નિકાંડના પીડિતોની પીડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Game Zone fire place

Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમઝોન (TRP Game Zone)ના પીડિત પરિવારાને આજેય એ વાતનું દુઃખ છેકે, આ ઘટનામાં તેઓને ન્યાય મળી શક્યો નથી. સરકાર પણ માત્ર સહાનુભૂતિનો ડોળ રચી રહી છે. ખુદ સરકાર જવાબદાર અધિકારી-ભાજપના પદાધિકારીઓને બચાવવાની ફિરાકમાં છે.

ત્રણ દિવસ અગાઉ ખુદ મુખ્યમંત્રીએ તેડુ મોકલીને રાજકોટ અગિગ્નિકાંડના પીડિત પરિવારોને ગાંધીનગર મળવા બોલાવ્યા. આ મામલે અસહ્ય વેદનાને વાચા આપતાં અસરગ્રસ્તોએ કહ્યું કે રાજકોટવાસીઓ સજજડ બંધ પાળ્યો અને રાહુલ ગાંધી અમને મળ્યા એટલે માત્ર દેખાડો કરવા સરકારે અમને તેડાવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 48 દિવસના વ્હાણા વિત્યા ભાજપનો એકેય ધારાસભ્ય, સાંસદ, મંત્રી, પંચાયતના પદાધિકારી કે મ્યુનિસિપલ કોર્પોરેટર અમને મળવા આવ્યા નથી. સહાનુભૂતિ સુધ્ધાં વ્યક્ત કરવા નથી આવ્યા. મુખ્યમંત્રીને મળ્યા પછી જે યાયિક માંગણીઓ રજૂ કરી તે અંગે કોઈ પગલા લેવાયાં નથી.

આ પણ વાંચો : 'માપમાં રહેજે, આ તો મણિપુરનો છોકરો સમજી...', પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાને ધમકાવ્યો

પડધરી વિસ્તારમાં રહેતા એક પિતાએ જુવાનજોધ કંધોતર દિકરો ગુમાવ્યો છે. આ જ વિસ્તારમાં અન્ય બે પરિવારોએ પણ યુવાન પુત્રો જેમાં એક તો એકનો એક હતો તે ગુમાવ્યા છે. આ પીડિતોએ કહ્યું અમને ન્યાય અપાવવા પ્રયાસ થતો નથી. સરકારને જાણે કોઈ રસ જ નથી. અમારી વેદના, પીડાને ભાજપના નેતાઓ સમજવા તૈયાર જ નથી. આ નેતાઓને માત્રને માત્ર પૈસામાં જ રસ છે, લોકો ભલે દર્દનાક મોતને ભેટે સરકારને જાણે કોઈ પરવાહ જ નથી તેવો રાજકોટવાસીઓને અહેસાસ થઈ રહ્યો છે.

અગ્નિકાંડનેઆજે 48 દિવસ થયા છે. તપાસનો દોર આગળ વધી રહ્યો છે. પણ આ તપાસથી પીડિતોને લેશમાત્ર સંતોષ નથી. પીડિત પરિવારોએ જણાવ્યું કે, જો સાચી દિશામાં તપાસ થાય તો ભાજપના જ નેતાઓ સુધી જ નહીં, ગાંધીનગર સુધી પણ રેલો પહોંચે તેમ હોય તેની સામે પગલા લેવાતા નથી એવું અમને લાગે છે.