Ahmedabadના સરી-મટોડા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ ટ્રેકટરનો લીધો સહારો
અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી ન ઓસરતા હાલાકી સરી- મટોડા ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વરસાદ બંધ થયાના 4 દિવસ પછી નથી ઓસર્યા પાણી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં છે.અમદાવાદના સરી-મટોડા ગામે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી જેમાં સામે આવ્યું છે કે,ગામમાં હજી પણ ઘૂંટણ સમા પાણી છે.આસપાસ કંપનીઓ આવેલી છે જેમાં કંપનીમાં કામ કરતા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. કંપનીમાં કામ કરતા લોકો ઘૂંટણસમા પાણીમાં જવા મજબૂર કંપનીના લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.1 કિમી કરતા વધુ સળંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.કેટલીક કંપની દ્વારા માણસો લઇ જવા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,કેટલીક કંપનીના કર્મચારીઓ ચાલતા-ચાલતા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે.વરસાદ બંધ થયાને 4 દિવસ પછી પણ નથી ઓસર્યા પાણી.કેટલીક કંપનીઓ મજૂરોને કંપની સુધી લઇ જવા ટ્રેક્ટરનો કરી રહી છે ઉપયોગ,તો ખાનગી જીપોમાં લોકોને ઘેટા-બકરાની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યાં છે.અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ સ્થિતિ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ ખરાબ સ્થિતિનું સર્જન થયું છે,બાવળા ,બગોદરા,ધંધુકાના ઘણા ગામો એવા છે કે જયાં એક એક અઠવાડિયા સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું,ત્યારે વરસાદી પાણી નહી ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,અમદાવાદની આસપાસના ગ્રામ્ય પંથકોમાં મોટી કંપનીઓ આવેલી છે જેમાં રોજના હજારો કર્મચારીઓ કામ કરવા માટે આવે છે,ત્યારે આવી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,કોઈ ધારાસભ્ય કે કોઈ તંત્રમાંથી જોવા શુધ્ધા આવતું નથી. બાવળામાં પણ વરસાદી પાણી ભરાયા બાવળાની અમુક સોસાયટીઓ તેમજ તાલુકાના કેટલાંક ગામોમાં હજુ કેડસમા પાણી ભરાયેલા જોવા મળતા લોકો તંત્રની નિષ્ફળતા સામે અસંતોષ વ્યકત કરી રહયા છે. બાવળાની અમુક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારો હજુ કેડસમા પાણીમાં છે બાવળામાં બે દિવસ પહેલા સતત વરસી રહેલા વરસાદથી અને આજુબાજુના ગામોમાંથી આવેલું વરસાદી પાણીથી બાવળા પાણી પાણી થઈ ગયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી ન ઓસરતા હાલાકી
- સરી- મટોડા ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- વરસાદ બંધ થયાના 4 દિવસ પછી નથી ઓસર્યા પાણી
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં છે.અમદાવાદના સરી-મટોડા ગામે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી જેમાં સામે આવ્યું છે કે,ગામમાં હજી પણ ઘૂંટણ સમા પાણી છે.આસપાસ કંપનીઓ આવેલી છે જેમાં કંપનીમાં કામ કરતા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
કંપનીમાં કામ કરતા લોકો ઘૂંટણસમા પાણીમાં જવા મજબૂર
કંપનીના લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.1 કિમી કરતા વધુ સળંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.કેટલીક કંપની દ્વારા માણસો લઇ જવા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,કેટલીક કંપનીના કર્મચારીઓ ચાલતા-ચાલતા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે.વરસાદ બંધ થયાને 4 દિવસ પછી પણ નથી ઓસર્યા પાણી.કેટલીક કંપનીઓ મજૂરોને કંપની સુધી લઇ જવા ટ્રેક્ટરનો કરી રહી છે ઉપયોગ,તો ખાનગી જીપોમાં લોકોને ઘેટા-બકરાની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યાં છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ સ્થિતિ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ ખરાબ સ્થિતિનું સર્જન થયું છે,બાવળા ,બગોદરા,ધંધુકાના ઘણા ગામો એવા છે કે જયાં એક એક અઠવાડિયા સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું,ત્યારે વરસાદી પાણી નહી ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,અમદાવાદની આસપાસના ગ્રામ્ય પંથકોમાં મોટી કંપનીઓ આવેલી છે જેમાં રોજના હજારો કર્મચારીઓ કામ કરવા માટે આવે છે,ત્યારે આવી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,કોઈ ધારાસભ્ય કે કોઈ તંત્રમાંથી જોવા શુધ્ધા આવતું નથી.
બાવળામાં પણ વરસાદી પાણી ભરાયા
બાવળાની અમુક સોસાયટીઓ તેમજ તાલુકાના કેટલાંક ગામોમાં હજુ કેડસમા પાણી ભરાયેલા જોવા મળતા લોકો તંત્રની નિષ્ફળતા સામે અસંતોષ વ્યકત કરી રહયા છે. બાવળાની અમુક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારો હજુ કેડસમા પાણીમાં છે બાવળામાં બે દિવસ પહેલા સતત વરસી રહેલા વરસાદથી અને આજુબાજુના ગામોમાંથી આવેલું વરસાદી પાણીથી બાવળા પાણી પાણી થઈ ગયું હતું.