સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
શહેરના ભાડજમાં આવેલી સુપર સીટી- હરેકૃષ્ણ મંદિર રોડ બુધવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં ૧૦ વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્રને સ્કૂટર લઇને માતા ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ઘર પાસે જ સામેથી આવેલી એક પીકઅપ વાનના ચાલકે સ્કૂટરને ટક્કર મારતા માતા તેમના બે સંતાનો સાથે નીચે પટકાયા હતા. જેમાં બંને સંતાનોને માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજ્યા હતા. જ્યારે માતાને હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રખાયા છે. આ સમગ્ર બનાવ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધીને અકસ્માત કરનાર વાનચાલકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.
What's Your Reaction?






