સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ
અમદાવાદ, રવિવારઅમદાવાદના ફેતવાડીમાં વિસ્તારમાં રહેતા એક યુવકને સરખેજ પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે ઓનલાઇન ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ફતેવાડીમાં આવેલા અકીરા ફ્લેટમાં રહેતો સાહિલ મહંમદહુસૈન ગેરકાયદેસર રીતે ઇ-સિગારેટનું વેચાણ સ્થાનિક બજારમાં તેમજ સોશિયલ મિડીયા મારફતે કરે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ૫૭૪ જેટલી ઇ-સિગારેટ વેપ જપ્ત કરી હતી. આ અંગે વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સરખેજમા ંચશ્માની દુકાન ધરાવતો હતો. જે દુકાન બંધ થતા મુંબઇ કામ માટે ગયો હતો. જ્યાંથી તેને ઇ-સિગારેટ વેચાણનો વિચાર આવ્યો હતો અને તે મુંબઇથી ઇ-સિગારેટ મંગાવીને છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર વેચાણ કરતો હતો. સાથેસાથે તે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને ત્યાંથી ઓર્ડર લઇને ગ્રાહકનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1719770263712.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,
રવિવાર
અમદાવાદના ફેતવાડીમાં વિસ્તારમાં રહેતા એક યુવકને સરખેજ પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા સાડા
પાંચ લાખની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે ઓનલાઇન ઇ
સિગારેટનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાના સ્ટાફને ચોક્કસ બાતમી
મળી હતી કે ફતેવાડીમાં આવેલા અકીરા ફ્લેટમાં
રહેતો સાહિલ મહંમદહુસૈન ગેરકાયદેસર રીતે ઇ-સિગારેટનું વેચાણ સ્થાનિક બજારમાં તેમજ સોશિયલ
મિડીયા મારફતે કરે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ૫૭૪ જેટલી ઇ-સિગારેટ વેપ જપ્ત કરી હતી. આ અંગે વધુ
પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સરખેજમા ંચશ્માની દુકાન ધરાવતો હતો. જે દુકાન
બંધ થતા મુંબઇ કામ માટે ગયો હતો. જ્યાંથી તેને ઇ-સિગારેટ વેચાણનો વિચાર આવ્યો હતો અને
તે મુંબઇથી ઇ-સિગારેટ મંગાવીને છેલ્લાં દોઢ
વર્ષથી ગેરકાયદેસર વેચાણ કરતો હતો. સાથેસાથે
તે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને ત્યાંથી
ઓર્ડર લઇને ગ્રાહકનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.