સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Fake Crime Branch Police: શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવે છે. ત્યારે સિંઘુ ભવન રોડ પર રાતના સમયે એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફના નામે વાહનચેકિંગ કરવાનું કહીને ડરી ગયેલા વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતો હોવાની વિગતો સામે આવી છે. જો કે અમદાવાદના એક પાોલીસ કર્મીની કારને રોકીને પોતાની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે આપતા અસલી પોલીસે આઇ કાર્ડ માંગતા તે ત્યાંથી છટકી ગયો હતો.
સિંઘુ ભવન રોડ પર નકલી પોલીસનું ચેકિંગ
સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો વ્યક્તિએ સિંઘુ ભવન અને આસપાસના વિસ્તારમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા.
What's Your Reaction?






