શહેર પોલીસે ચાઇનીઝ દોરી જપ્ત કર્યાના ૧૦૦થી વધુ ગુનો નોંધ્યા
અમદાવાદ , રવિવારઉતરાયણમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરીના વેચાણને મામલે હાઇકોર્ટ પોલીસને કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં વિવિધ ટીમને સક્રિય કરીેને બે દિવસમાં ચાઇનીઝ દોરી મામલે ૫૦થી વઘુ ગુના નોંધવાની સાથે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત, કાચ વાળી દોરી રંગવાના પણ ૨૫થી વધુ ગુના નોંધાયા છે. ઉતરાયણમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાઇનીઝ દોરીના વેચાણ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ ગ્લાસ કોટેડ દોરી મામલે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ દાખવીને પોલીસને કામગીરી કરવામાં માટે સુચના આપ્યા બાદ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ, ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેેમાં અત્યાર સુધીમાં પોલીસે ચાઇનીઝ દોરીના ૧૦૦થી વધુ ગુના નોંધ્યા છે. આ પૈકી ૫૦ જેટલા કેસ માત્ર બે દિવસમાં નોંધાયા છે. જ્યારે પાકી અને ગ્લાસ કોટેડ દોરીનાના ૨૫ જેટલા કેસ નોંધ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ , રવિવાર
ઉતરાયણમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરીના વેચાણને મામલે હાઇકોર્ટ પોલીસને કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં વિવિધ ટીમને સક્રિય કરીેને બે દિવસમાં ચાઇનીઝ દોરી મામલે ૫૦થી વઘુ ગુના નોંધવાની સાથે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત, કાચ વાળી દોરી રંગવાના પણ ૨૫થી વધુ ગુના નોંધાયા છે. ઉતરાયણમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાઇનીઝ દોરીના વેચાણ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ ગ્લાસ કોટેડ દોરી મામલે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ દાખવીને પોલીસને કામગીરી કરવામાં માટે સુચના આપ્યા બાદ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ, ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેેમાં અત્યાર સુધીમાં પોલીસે ચાઇનીઝ દોરીના ૧૦૦થી વધુ ગુના નોંધ્યા છે. આ પૈકી ૫૦ જેટલા કેસ માત્ર બે દિવસમાં નોંધાયા છે. જ્યારે પાકી અને ગ્લાસ કોટેડ દોરીનાના ૨૫ જેટલા કેસ નોંધ્યા છે.