વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટીમાં થોડો ઘટાડો નોંધાતા હાશકારો
વડોદરા શહેરમાં હજી વરસાદી વાતાવરણ જામેલું છે .બીજી બાજુ ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી 17.50 ફૂટ સુધી પહોંચી ગઈ હતી જેના કારણે કાંઠા વિસ્તારના રહેતા લોકો પૂરના ખતરાથી ભયભીત બન્યા હતા અને વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આગોતરી તૈયારીઓ અંગે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આજ સવારથી વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો નોંધાવાનો શરૂ થતાં તંત્રએ હાશકારો લીધો છે. આજે બપોરે વિશ્વામિત્રી ની સપાટી ઘટીને 16.50 ફુટ થઈ હતી. બીજી બાજુ આજવા સરોવરમાં સપાટી વધી રહી છે.જોકે આ વધારો ધીમો છે. ગઈ રાત્રે આજવાની સપાટી 212.30 ફૂટ હતી, જે આજે બપોરે થોડી વધીને 212.40 ફૂટ થઈ હતી. આજવા સરોવર નું હાલ રૂલ લેવલ 213 ફૂટ છે. 213 ફૂટ સપાટી ઓળંગશે એ પછી આજવાના દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી વહેવા શરૂ થશે. હાલ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી આવતું નથી પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી આજવાના ઉપરવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાથી નદીનાળાઓ અને તળાવોનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, અને તેના કારણે સપાટી વધી રહી છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા ગઈકાલે પૂરની સંભવિત પરિસ્થિતિ સંદર્ભે એક બેઠક રાખવામાં આવી હતી, અને તેમાં જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા તેમજ જરૂર પડે તો ખસેડવા સુધીની કામગીરી કરવા ની ચર્ચા કરી હતી. જોકે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી. વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર 26 ફૂટ છે ,અને તેનાથી હાલ સપાટી આશરે 9:30 ફૂટ દૂર છે. જો ભારે વરસાદ પડે અને આજવાનું લેવલ વધે તો પરિસ્થિતિ ચિંતાજનક બની શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં હજી વરસાદી વાતાવરણ જામેલું છે .બીજી બાજુ ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી 17.50 ફૂટ સુધી પહોંચી ગઈ હતી જેના કારણે કાંઠા વિસ્તારના રહેતા લોકો પૂરના ખતરાથી ભયભીત બન્યા હતા અને વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આગોતરી તૈયારીઓ અંગે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આજ સવારથી વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો નોંધાવાનો શરૂ થતાં તંત્રએ હાશકારો લીધો છે. આજે બપોરે વિશ્વામિત્રી ની સપાટી ઘટીને 16.50 ફુટ થઈ હતી. બીજી બાજુ આજવા સરોવરમાં સપાટી વધી રહી છે.જોકે આ વધારો ધીમો છે. ગઈ રાત્રે આજવાની સપાટી 212.30 ફૂટ હતી, જે આજે બપોરે થોડી વધીને 212.40 ફૂટ થઈ હતી. આજવા સરોવર નું હાલ રૂલ લેવલ 213 ફૂટ છે. 213 ફૂટ સપાટી ઓળંગશે એ પછી આજવાના દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી વહેવા શરૂ થશે.
હાલ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી આવતું નથી પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી આજવાના ઉપરવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાથી નદીનાળાઓ અને તળાવોનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, અને તેના કારણે સપાટી વધી રહી છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા ગઈકાલે પૂરની સંભવિત પરિસ્થિતિ સંદર્ભે એક બેઠક રાખવામાં આવી હતી, અને તેમાં જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા તેમજ જરૂર પડે તો ખસેડવા સુધીની કામગીરી કરવા ની ચર્ચા કરી હતી. જોકે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી. વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર 26 ફૂટ છે ,અને તેનાથી હાલ સપાટી આશરે 9:30 ફૂટ દૂર છે. જો ભારે વરસાદ પડે અને આજવાનું લેવલ વધે તો પરિસ્થિતિ ચિંતાજનક બની શકે.