Gujarat : ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે દાદાની લાલઆંખ, બે કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરાયા
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે દાદાએ લાલઆંખ કરી છે,ગઈકાલે એક કર્મચારીને ફરજિયાત નિવૃત કરાયા છે તો આજે વધુ બે સરકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા,ભિલોડા, સુરત ITIના પ્રિન્સિપાલ ફરજિયાત નિવૃત્ત કરાયા છે.ભરત રાવલ અને હસમુખ કાકડીયા ફરજિયાત નિવૃત્ત કરાતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ભષ્ટ્રાચાર કર્યો તો ગયા સમજો દાદાની સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરશો તો ગયા સમજો.કેમકે દિવાળી બાદ છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા.ભ્રષ્ટ્રાચારની વાતને લઈ અધિકારીઓને નિવૃત કરાયા છે સાથે સાથે અત્યાર સુધી રાજયમાં કુલ 25 અધિકારીઓને નિવૃત્ત કરાયા છે તેમજ નિવૃત્તિ બાદ તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે.ભિલોડા આઈ.ટી.આઈ ના પ્રિન્સિપાલ ભરતભાઈ રાવલ તેમજ સુરત આઈટીઆઈના પ્રિન્સિપાલ હસમુખભાઈ કાકડીયા ને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસો ચાલુ રહેશે જેટેલા પણ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે તે તમામ સામે ખાતાકીય કાર્યવાહી ચાલુ રહેશે સાથે સાથે તેમની પ્રોપર્ટી છે તેને લઈને પણ તપાસ ચાલુ રહેશે,મહત્વનું છે કે જેટલા પણ નાના અને મોટા કર્મચારીઓ કે અધિકારીઓ છે અને જેઓ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે તેમની સામે આગામી સમયમાં તપાસ કરીને નિર્ણય લેવાઈ શકે છે માટે દાદાની સરકારમાં હવે ભ્રષ્ટ્રાચાર કરશો તો ઘર ભેગા થશો,વિધાનસભા ગૃહમાં પણ સરકારે ભ્રષ્ટ્રાચારને લઈ અનેક વખત નિયમો પણ લાવ્યા છે. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે દાદાએ લાલઆંખ કરી છે,ગઈકાલે એક કર્મચારીને ફરજિયાત નિવૃત કરાયા છે તો આજે વધુ બે સરકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા,ભિલોડા, સુરત ITIના પ્રિન્સિપાલ ફરજિયાત નિવૃત્ત કરાયા છે.ભરત રાવલ અને હસમુખ કાકડીયા ફરજિયાત નિવૃત્ત કરાતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
ભષ્ટ્રાચાર કર્યો તો ગયા સમજો
દાદાની સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરશો તો ગયા સમજો.કેમકે દિવાળી બાદ છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા.ભ્રષ્ટ્રાચારની વાતને લઈ અધિકારીઓને નિવૃત કરાયા છે સાથે સાથે અત્યાર સુધી રાજયમાં કુલ 25 અધિકારીઓને નિવૃત્ત કરાયા છે તેમજ નિવૃત્તિ બાદ તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે.ભિલોડા આઈ.ટી.આઈ ના પ્રિન્સિપાલ ભરતભાઈ રાવલ તેમજ સુરત આઈટીઆઈના પ્રિન્સિપાલ હસમુખભાઈ કાકડીયા ને ફરજિયાત નિવૃત્ત કરાયા છે.
નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસો ચાલુ રહેશે
જેટેલા પણ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે તે તમામ સામે ખાતાકીય કાર્યવાહી ચાલુ રહેશે સાથે સાથે તેમની પ્રોપર્ટી છે તેને લઈને પણ તપાસ ચાલુ રહેશે,મહત્વનું છે કે જેટલા પણ નાના અને મોટા કર્મચારીઓ કે અધિકારીઓ છે અને જેઓ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે તેમની સામે આગામી સમયમાં તપાસ કરીને નિર્ણય લેવાઈ શકે છે માટે દાદાની સરકારમાં હવે ભ્રષ્ટ્રાચાર કરશો તો ઘર ભેગા થશો,વિધાનસભા ગૃહમાં પણ સરકારે ભ્રષ્ટ્રાચારને લઈ અનેક વખત નિયમો પણ લાવ્યા છે.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.