Dahod જિલ્લાના કતવારા ગામે તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, 8 દુકાનોના તૂટયા તાળા

દાહોદ જિલ્લા પોલીસને જાણે તસ્કરો ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,દાહોદના કતવારા ગામમાં 8 દુકાનોમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે,મોડી રાત્રે એક સાથે અલગ-અલગ 8 દુકાનોમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,વેપારીઓએ આ બાબતે પોલીસને જાણ કરી છે જેને લઈ પોલીસ ઉંઘમાંથી દોડતી થઈ છે.અંદાજે રૂ. 1.50 થી 2 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે. દુકાનનું શટર તોડીને કરી ચોરી દાહોદના કતવારા ગામે એક સાથે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે,દુકાનમાં રહેલ માલસામાન તેમજ રોકડ રકમની તસ્કરોએ ચોરી કરી છે,દુકાનું શટર તિક્ષ્ણ હથિયાર વડે ખોલવામાં આવ્યું છે અને તેમાંથી દુકાનમાં ઘુસીને ચોરી કરી હોવાની વાત સામે આવી છે.મહત્વનું છે કે પોલીસ બીટ નં 2ના 100 મીટર વિસ્તારમાં જ ચોરી થઈ હોવાની વાત છે જેને લઈ વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.પોલીસને જાણે તસ્કરો ખુલ્લો પડકાર આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કતવારા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા સમગ્ર ઘટનાને લઈ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે,પોલીસ સ્ટેશના 100 મીટરના અંતરે જ આ રીતે ચોરીની ઘટના બની છે જેને લઈ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે,પોલીસ શું ઉઘતી હતી કે શું તેને લઈ પણ સવાલો ઉભા થાય છે.એક સાથે 8 દુકાનના તાળા તૂટવા એ કોઈ સામાન્ય વાત નથી અને તસ્કરોની હિંમત તો જુઓ કે એક બે નહી પણ આઠ દુકાનોના તાળા તોડયા,ત્યારે દાહોદ એસપી સાહેબ તમે પણ જરા તમારા કર્મચારીઓને સબક શિખવાડો અને સસ્પેન્ડ કરો તો એમને પણ ખબર પડે કે નોકરી કેમની થાય છે અને કઈ રીતે કરાય. દાહોદમાં પણ બની ગઈકાલે ચોરીની ઘટના દાહોદ શહેરના પડાવમાં લીલવાણી કરિયાણા તેમજ જનરલ સ્ટોરની દુકાનમાં ગતરોજ રાત્રે તસ્કરોએ દુકાનની દિવાલમાં બાકોર પાડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ દુકાનમાં મુકેલો કરિયાણાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ દરમિયાન તસ્કરે દુકાનમાં મુકેલ 15000 ઉપરાંતની પરચુરણ, 5000 રૂપિયા કિંમતની રોકડ રકમ તેમજ 15 લિટરનો તેલનો ડબ્બો સહિત 20000 ઉપરાંતથી મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટ્યો હતો.

Dahod જિલ્લાના કતવારા ગામે તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, 8 દુકાનોના તૂટયા તાળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લા પોલીસને જાણે તસ્કરો ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,દાહોદના કતવારા ગામમાં 8 દુકાનોમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે,મોડી રાત્રે એક સાથે અલગ-અલગ 8 દુકાનોમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,વેપારીઓએ આ બાબતે પોલીસને જાણ કરી છે જેને લઈ પોલીસ ઉંઘમાંથી દોડતી થઈ છે.અંદાજે રૂ. 1.50 થી 2 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.

દુકાનનું શટર તોડીને કરી ચોરી

દાહોદના કતવારા ગામે એક સાથે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે,દુકાનમાં રહેલ માલસામાન તેમજ રોકડ રકમની તસ્કરોએ ચોરી કરી છે,દુકાનું શટર તિક્ષ્ણ હથિયાર વડે ખોલવામાં આવ્યું છે અને તેમાંથી દુકાનમાં ઘુસીને ચોરી કરી હોવાની વાત સામે આવી છે.મહત્વનું છે કે પોલીસ બીટ નં 2ના 100 મીટર વિસ્તારમાં જ ચોરી થઈ હોવાની વાત છે જેને લઈ વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.પોલીસને જાણે તસ્કરો ખુલ્લો પડકાર આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.


કતવારા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા

સમગ્ર ઘટનાને લઈ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે,પોલીસ સ્ટેશના 100 મીટરના અંતરે જ આ રીતે ચોરીની ઘટના બની છે જેને લઈ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે,પોલીસ શું ઉઘતી હતી કે શું તેને લઈ પણ સવાલો ઉભા થાય છે.એક સાથે 8 દુકાનના તાળા તૂટવા એ કોઈ સામાન્ય વાત નથી અને તસ્કરોની હિંમત તો જુઓ કે એક બે નહી પણ આઠ દુકાનોના તાળા તોડયા,ત્યારે દાહોદ એસપી સાહેબ તમે પણ જરા તમારા કર્મચારીઓને સબક શિખવાડો અને સસ્પેન્ડ કરો તો એમને પણ ખબર પડે કે નોકરી કેમની થાય છે અને કઈ રીતે કરાય.

દાહોદમાં પણ બની ગઈકાલે ચોરીની ઘટના

દાહોદ શહેરના પડાવમાં લીલવાણી કરિયાણા તેમજ જનરલ સ્ટોરની દુકાનમાં ગતરોજ રાત્રે તસ્કરોએ દુકાનની દિવાલમાં બાકોર પાડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ દુકાનમાં મુકેલો કરિયાણાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ દરમિયાન તસ્કરે દુકાનમાં મુકેલ 15000 ઉપરાંતની પરચુરણ, 5000 રૂપિયા કિંમતની રોકડ રકમ તેમજ 15 લિટરનો તેલનો ડબ્બો સહિત 20000 ઉપરાંતથી મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટ્યો હતો.