Surendranagar: ઝાલાવાડમાં હથિયારબંધીનો ભંગ કરતા 11 પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા ક્રાઈમના વધુ પડતા બનાવોથી પોલીસ એકશન મોડમાં આવી છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં પોલીસે કોમ્બીંગ નાઈટનું આયોજન કર્યુ હતુ. જેમાં 11 શખ્સો છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ જેવા હથીયારો સાથે ઝડપાયા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં તા.31-12-2024 સુધી હથિયારબંધીનું જાહેરનામુ અમલમાં છે. ત્યારે પોલીસે 11 શખ્સોને છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ઝડપી લઈને ફરિયાદ નોંધી છે. જેમાં લક્ષ્મીપરામાં રહેતો શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેશા દુધરેજના વહાણવટીનગર પાસેથી છરી સાથે, દસાડા માલવણ ચોકડી પાસેથી અમદાવાદના બોપલમાં રહેતો રાજ હર્ષદભાઈ ઠક્કર કારમાં કુંડળીવાળા ધોકા સાથે, ચોટીલાના મોટા હરણીયા પાસેથી ચોટીલાનો રમેશ માવજીભાઈ બોરસાણીયા છરી સાથે, ધ્રાંગધ્રાના આંબેડકરનગર પાસેથી ઘાંચીવાડમાં રહેતો દીપક મુળજીભાઈ રાઠોડ છરી સાથે, ડીસીડબલ્યુ સર્કલ પાસેથી બીંદી ગેસ પાસે રહેતો સોહેબ ઉમરભાઈ જામ છરી સાથે, નારીચાણા પાસેથી રાજપરનો હીતેશ દશરથભાઈ સજાણી લાકડાના ધોકા સાથે, સાયલાના નીનામા ગામેથી મહેશ નાગજીભાઈ સારલા લોખંડના પાઈપ સાથે, લખતરની વણા ચોકડી પાસેથી ઢાંકીનો જગમાલ બાલુભાઈ વાઘેલા છરી સાથે, લીંબડીના ભલગામડા ગેટ પાસેથી મફતીયાપરામાં રહેતો મુકેશ શીવાભાઈ બુટીયા લાકડાના ધોકા સાથે, પરાલી ગામેથી પરનાળાનો રામ ભીખાભાઈ ધરજીયા લાકડાના ધોકા સાથે, દસાડાના ખારાઘોઢા ગામેથી નયન ઉર્ફે શૈલેષ ભરતભાઈ વણકર લાકડી સાથે ઝડપાયો હતો. આ 11 શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Surendranagar: ઝાલાવાડમાં હથિયારબંધીનો ભંગ કરતા 11 પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા ક્રાઈમના વધુ પડતા બનાવોથી પોલીસ એકશન મોડમાં આવી છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં પોલીસે કોમ્બીંગ નાઈટનું આયોજન કર્યુ હતુ. જેમાં 11 શખ્સો છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ જેવા હથીયારો સાથે ઝડપાયા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.31-12-2024 સુધી હથિયારબંધીનું જાહેરનામુ અમલમાં છે. ત્યારે પોલીસે 11 શખ્સોને છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ઝડપી લઈને ફરિયાદ નોંધી છે. જેમાં લક્ષ્મીપરામાં રહેતો શકિત ઉર્ફે લાલો સાગરભાઈ થરેશા દુધરેજના વહાણવટીનગર પાસેથી છરી સાથે, દસાડા માલવણ ચોકડી પાસેથી અમદાવાદના બોપલમાં રહેતો રાજ હર્ષદભાઈ ઠક્કર કારમાં કુંડળીવાળા ધોકા સાથે, ચોટીલાના મોટા હરણીયા પાસેથી ચોટીલાનો રમેશ માવજીભાઈ બોરસાણીયા છરી સાથે, ધ્રાંગધ્રાના આંબેડકરનગર પાસેથી ઘાંચીવાડમાં રહેતો દીપક મુળજીભાઈ રાઠોડ છરી સાથે, ડીસીડબલ્યુ સર્કલ પાસેથી બીંદી ગેસ પાસે રહેતો સોહેબ ઉમરભાઈ જામ છરી સાથે, નારીચાણા પાસેથી રાજપરનો હીતેશ દશરથભાઈ સજાણી લાકડાના ધોકા સાથે, સાયલાના નીનામા ગામેથી મહેશ નાગજીભાઈ સારલા લોખંડના પાઈપ સાથે, લખતરની વણા ચોકડી પાસેથી ઢાંકીનો જગમાલ બાલુભાઈ વાઘેલા છરી સાથે, લીંબડીના ભલગામડા ગેટ પાસેથી મફતીયાપરામાં રહેતો મુકેશ શીવાભાઈ બુટીયા લાકડાના ધોકા સાથે, પરાલી ગામેથી પરનાળાનો રામ ભીખાભાઈ ધરજીયા લાકડાના ધોકા સાથે, દસાડાના ખારાઘોઢા ગામેથી નયન ઉર્ફે શૈલેષ ભરતભાઈ વણકર લાકડી સાથે ઝડપાયો હતો. આ 11 શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.