વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી નામંજૂર કરી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગુનાની ભયાનકતા અને પ્રત્યક્ષદર્શી પુત્ર તેમજ અન્ય પુરાવા જોતાં આરોપી કોઈ પણ સંજોગોમાં જામીનને પાત્ર નથી.
બનાવની વિગત એવી છે કે, તા. 23 ફેબ્રુઆરી 2026ના રોજ નૂરાની મસ્જિદ ચાર રસ્તા પાસે મૃતક અમીઝભાઇ અને આરોપી સોહેલ રાણા અને સંદીપ વાઘેલાને કોઈ કારણસર ઝઘડો થયો હતો. ત્યારબાદ ગોરવા ગેટ પાસે બંને આરોપીઓએ મોટરસાયકલ પર આવી અમીઝભાઇને રોક્યા હતા અને સંદીપ વાઘેલાએ લાકડાના ડંડા વડે તેમના માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

