Ahmedabadના લાલ દરવાજા GPOમાંથી ઝડપાયું કફ સિરપનું સપ્લાય નેટવર્ક, SOGએ કુલ રૂ.59.41 લાખનો જથ્થો કર્યો જપ્ત

Aug 8, 2026 - 18:00
Ahmedabadના લાલ દરવાજા GPOમાંથી ઝડપાયું કફ સિરપનું સપ્લાય નેટવર્ક, SOGએ કુલ રૂ.59.41 લાખનો જથ્થો કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત જીપીઓ (General Post Office) ખાતે દરોડો પાડીને નશાકારક કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.59.41 લાખની કિંમતની કુલ 5,050 કફ સિરપની બોટલો ધરાવતા 34 જેટલા શકમંદ પાર્સલ કબ્જે કર્યા છે. એસઓજીની આ ત્વરિત અને ચોક્કસ કાર્યવાહીના કારણે અમદાવાદથી ચાલી રહેલા નશાકારક દવાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

મિઝોરમની બોગસ કંપનીના નામે ચાલતું હતું રેકેટ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક કફ સિરપનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બુક કરાવીને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મિઝોરમમાં એક બોગસ (ફેક) કંપનીના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા માટે પોસ્ટલ પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપનો મોટો જથ્થો અન્ય રાજ્યમાં સપ્લાય કરવાનું સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો એસઓજીની ટીમે સમયસર પર્દાફાશ કર્યો છે.

પાર્સલ મોકલનાર અને મેળવનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

જીપીઓમાંથી નશાકારક કફ સિરપનો વિશાળ જથ્થો પકડાયા બાદ એસઓજી પોલીસે પાર્સલ મોકલનાર (સેન્ડર) અને મેળવનાર (રિસીવર) બંને વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ રેકેટમાં અમદાવાદ અને મિઝોરમના કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે તથા અગાઉ આવા કેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સરખેજ ખાતેથી પાર્સલ બુક કરાવનાર સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કુરિયર દસ્તાવેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0