Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના એક BRTS બસ સ્ટેન્ડ પરથી એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેની મહિલા મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો હતો કે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું.
હોમગાર્ડ મહિલાએ વીડિયો બનાવી ધમકી આપી
ઘટનાની વિગત મુજબ, BRTS બસ સ્ટેન્ડ પાસે યુવક અને તેની મિત્રને જોઈને ત્યાં હાજર મહિલા હોમગાર્ડે પોતાના મોબાઈલ કેમેરા વડે બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, વીડિયો શૂટ કરવાની સાથે મહિલા હોમગાર્ડે યુવકને ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું હતું. વગર વાંકે કે પરવાનગી વગર પોતાનો વીડિયો બનાવવામાં આવતો હોવાનું જોઈને યુવક ભારે ગુસ્સે થઈ ગયો હતો.
ઉશ્કેરાયેલા યુવકે આપ્યો વળતો જવાબ
મહિલા હોમગાર્ડની આ વર્તણૂકથી ઉશ્કેરાયેલા યુવકે તેને સ્થળ પર જ સણસણતો વળતો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેના આવેશમાં આવીને યુવકે મહિલા હોમગાર્ડના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો અને જમીન પર પટકીને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને જાહેર રસ્તા પર બનેલા આ કિસ્સાનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો : Ahmedabadનું મનપસંદ જીમખાના સીલ, AMCની મોટી કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

