વડોદરા કોર્પોરેશન દ્વારા અકોટા વિસ્તારમાં લારી-ગલ્લા હટાવવા જતા વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : સ્વરોજગારથી સરકાર દ્વારા પગભર થવા આર્થિક લોન આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પાલિકા કચેરીમાં વહીવટી ચાર્જ ભરવા છતાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા અને કેબીનોના દબાણો હટાવવા પાલિકા-દબાણ શાખાની ટીમ પહોંચતા જ સ્થાનિક બેરોજગાર લોકોએ પોતાનો માલ સામાન લારીઓ સહિત ઉપાડી લેતા ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ દબાણ શાખાની ટીમ સાથે બંદોબસ્તમાં આવેલી એસઆરપી અને સ્થાનિક પોલીસે મામલો સંભાળીને હોબાળો મચાવનાર તમામને ખદેડી દેતા દબાણ શાખાએ આઠ જેટલી લારીઓ માલ સામાન સહિત કબજે લઈને બેઠક જેટલો સામાન કબજે લીધો હતો.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા બેરોજગારોને પગભર થવા માટે 10, 20, 50 હજારની લોન આપવામાં આવે છે. ઉપરાંત લારી ગલ્લા પથારાવાળા પોતાનો વેપાર ધંધો કરવા માટે પાલિકાને વહીવટી ચાર્જ પેટે રૂપિયા 700 પ્રતિમાસ ચૂકવે છે.
What's Your Reaction?






