વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ભરાયા
Heavy Rain in Vadodara: વડોદરામાં આજે (29મી સપ્ટેમ્બર) સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.ભારે વરસાદના કારણે જનજીવન ઠપ!!વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં તો તરાપા પણ ફરતા થઈ ગયા હતા. આજે બપોરના 12:00 વાગ્યા બાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે લોકોમાં ફરી પૂર આવશે તેઓ ભય ફેલાયો હતો.સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળ્યાવડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે. બીજી તરફ ગઈ વખત જેવી ભૂલ ન થાય અને લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળી ગયા છે.હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.આ પણ વાંચો: વડોદરામાં CMના આગમન પહેલાં દબાણો હટાવવા પહોંચેલી ટીમને દારૂડિયાએ દોડાવી, ફાંસો ખાવાનો કર્યો પ્રયાસરાજ્યમાં ચોમાસાની સિઝનનો 136 ટકા વરસાદરાજ્યમાં આજે (29મી સપ્ટેમ્બર) સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Heavy Rain in Vadodara: વડોદરામાં આજે (29મી સપ્ટેમ્બર) સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
ભારે વરસાદના કારણે જનજીવન ઠપ!!
વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં તો તરાપા પણ ફરતા થઈ ગયા હતા. આજે બપોરના 12:00 વાગ્યા બાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે લોકોમાં ફરી પૂર આવશે તેઓ ભય ફેલાયો હતો.
સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળ્યા
વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે. બીજી તરફ ગઈ વખત જેવી ભૂલ ન થાય અને લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળી ગયા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: વડોદરામાં CMના આગમન પહેલાં દબાણો હટાવવા પહોંચેલી ટીમને દારૂડિયાએ દોડાવી, ફાંસો ખાવાનો કર્યો પ્રયાસ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો 136 ટકા વરસાદ
રાજ્યમાં આજે (29મી સપ્ટેમ્બર) સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ નોંધાયો છે.