બિલાડી પગે આવેલા દીપડાએ વીજળીની ઝડપે કર્યો શ્વાનનો શિકાર, ઘટનાનો વીડિયો વાઈરલ થયો
Leopard Hunted Dog In Rajula : અમરેલી પંથકમાં સિંહ અને દીપડાની લટાર ચોમાસા દરમિયાન વધી ગઈ છે, ત્યારે જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. જેણે પહેલાતો ગામના રહેણાંક વિસ્તારમાં આંટા માર્યા અને બાદમાં આરામ ફરમાવી રહેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવ્યું.દીપડોએ શ્વાનનો શિકાર કર્યો, વીડિયો વાઈરલદીપડાએ કરેલા શ્વાનના શિકારની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. ગામની શેરીમાં ખૂખાર દીપડો બિલાડી પગે આવે છે અને રસ્તામાં સૂતેલા શ્વાને પળવારમાં ઉઠાવી ત્યાંથી ભાગી જાય છે. ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થયો છે.આ પણ વાંચો : વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ભરાયાગામલોકોમાં ડરનો માહોલ, વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી માગઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયો છે અને વન વિભાગ વહેલી તકે દીપડાને પકડી પાંજરે પુરે તેવી માગ કરી રહ્યા છે. ગામલોકોને ડર એટલા માટે છે કે વરસાદી માહોલ હોવાથી લોકો ઘરની બહાર સુવાનું ટાળે છે. પણ જો વાતાવરણ કોરૂ હોય તો ગામના અનેક લોકો ખાટલો ઢાળીને બહાર સુતા હોય છે. તે સમયે જો દીપડાએ હુમલો કર્યો હોત તો શું થાત એ વિચારીને જ લોકો ડરી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Leopard Hunted Dog In Rajula : અમરેલી પંથકમાં સિંહ અને દીપડાની લટાર ચોમાસા દરમિયાન વધી ગઈ છે, ત્યારે જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. જેણે પહેલાતો ગામના રહેણાંક વિસ્તારમાં આંટા માર્યા અને બાદમાં આરામ ફરમાવી રહેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવ્યું.
દીપડોએ શ્વાનનો શિકાર કર્યો, વીડિયો વાઈરલ
દીપડાએ કરેલા શ્વાનના શિકારની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. ગામની શેરીમાં ખૂખાર દીપડો બિલાડી પગે આવે છે અને રસ્તામાં સૂતેલા શ્વાને પળવારમાં ઉઠાવી ત્યાંથી ભાગી જાય છે. ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થયો છે.
આ પણ વાંચો : વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ભરાયા
ગામલોકોમાં ડરનો માહોલ, વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી માગ
ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયો છે અને વન વિભાગ વહેલી તકે દીપડાને પકડી પાંજરે પુરે તેવી માગ કરી રહ્યા છે. ગામલોકોને ડર એટલા માટે છે કે વરસાદી માહોલ હોવાથી લોકો ઘરની બહાર સુવાનું ટાળે છે. પણ જો વાતાવરણ કોરૂ હોય તો ગામના અનેક લોકો ખાટલો ઢાળીને બહાર સુતા હોય છે. તે સમયે જો દીપડાએ હુમલો કર્યો હોત તો શું થાત એ વિચારીને જ લોકો ડરી ગયા છે.