Kutch Rain: અબડાસામાં વરસાદથી સ્થિતિ ગંભીર, જુઓ સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ
અબડાસાના લાલા ગામમાં પહોંચી સંદેશ ન્યૂઝની ટીમ 2200ની વસતી ધરાવતા ગામમાં ચારેબાજુ પાણી જ પાણીતંત્ર દ્વારા પાણી નિકાલની કોઇ કાર્યવાહી નહીંકચ્છમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક રોડ-રસ્તાઓ ધોવાયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તેવમાં કચ્છમાં આવેલા અબડાસામાં ટ્રેક્ટર દ્વારા લાલા ગામમાં સંદેશની ટીમે પહોંચી છે. કચ્છના અબડાસામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. લોકોને જીવન નિરવાહ માટે હાલાકી પડી રહી છે. આવી વરસાદની સ્થિતિને સાળસંભાળ માટે તંત્રએ જાણે આંખ આડે હાથ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના અબડાસામાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. સંદેશ ન્યૂઝના માધ્યમથી સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદની સ્થિતિ વધુ ગંભીર2200ની વસતી ધરાવતા લાલા ગામમાં ટ્રેક્ટર દ્વારા સંદેશની ટીમ પહોંચીને જોયું તો ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઇ કાર્યવાહી કરવામાં આવી જ નથી. આખરે જનતાની વેદના કોણ સાંભળશે તેવી આશ લઇને સ્થાનિકો ભગવાન ભરોસે બેઠા છે. ગામમાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. લોકોને ભારે પારાવાહી મૂશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તંત્રની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારે વરસાદથી પૂર્વ કચ્છમાં વીજ પુરવઠાને અસર થઇ છે. ભારે વિસ્તારથી અંજારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. તેમાં અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો બંધ થયો છે. પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પૂર્વ કચ્છમાં પણ મોટાપાયે નુકસાની થઈ છે.વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી અંજાર વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી છે. જેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભારે પાણી ભરાઈ જતા ખેતીના ઉભા પાકને પણ નુકસાન થઈ છે. તેમજ અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. તથા સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા ગ્રામવાસીઓ ભારે હાલાકીમાં છે. અબડાસાનુ સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામમા પાણી પાણી જોવા મળ્યું છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે. આસપાસ પડેલા ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. તેમાં ભયજનક સ્થળોએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ છે. કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળો ભયજનક છે. ભયજનક સ્થળો પર લોકોએ અવરજવર ન કરવા તાકીદ છે. જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરાશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ -223 મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.હાઈવે પર પાણી જ પાણી કચ્છ માંડવી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે,તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે,સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે,સામાન્ય વરસાદમાં પણ અહીંયા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.દર વખતની જેમ આ વખતે પણ આ વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ ગયો હતો,ત્યારે સ્થાનિકો આશા રાખીને બેઠા છે કે,જલ્દીથી આ પાણી ઉતરે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો છે.અને કરોડો રૂપિયાનું એંધાણ પણ થયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અબડાસાના લાલા ગામમાં પહોંચી સંદેશ ન્યૂઝની ટીમ
- 2200ની વસતી ધરાવતા ગામમાં ચારેબાજુ પાણી જ પાણી
- તંત્ર દ્વારા પાણી નિકાલની કોઇ કાર્યવાહી નહીં
કચ્છમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક રોડ-રસ્તાઓ ધોવાયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તેવમાં કચ્છમાં આવેલા અબડાસામાં ટ્રેક્ટર દ્વારા લાલા ગામમાં સંદેશની ટીમે પહોંચી છે.
કચ્છના અબડાસામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. લોકોને જીવન નિરવાહ માટે હાલાકી પડી રહી છે. આવી વરસાદની સ્થિતિને સાળસંભાળ માટે તંત્રએ જાણે આંખ આડે હાથ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના અબડાસામાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. સંદેશ ન્યૂઝના માધ્યમથી સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વરસાદની સ્થિતિ વધુ ગંભીર
2200ની વસતી ધરાવતા લાલા ગામમાં ટ્રેક્ટર દ્વારા સંદેશની ટીમ પહોંચીને જોયું તો ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઇ કાર્યવાહી કરવામાં આવી જ નથી. આખરે જનતાની વેદના કોણ સાંભળશે તેવી આશ લઇને સ્થાનિકો ભગવાન ભરોસે બેઠા છે. ગામમાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. લોકોને ભારે પારાવાહી મૂશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તંત્રની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ભારે વરસાદથી પૂર્વ કચ્છમાં વીજ પુરવઠાને અસર થઇ છે. ભારે વિસ્તારથી અંજારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. તેમાં અંજારમાં વીજ પોલ તૂટતા વીજ પુરવઠો બંધ થયો છે. પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. પૂર્વ કચ્છમાં પણ મોટાપાયે નુકસાની થઈ છે.
વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી
અંજાર વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ ધરાશાઈ થવા સાથે વીજળી ગુલ થવાની સમસ્યા વધી છે. જેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે. ભારે પાણી ભરાઈ જતા ખેતીના ઉભા પાકને પણ નુકસાન થઈ છે. તેમજ અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે. તથા સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા ગ્રામવાસીઓ ભારે હાલાકીમાં છે. અબડાસાનુ સુથરી ગામ બેટમાં ફેરવાયુ છે.
દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે
સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામમા પાણી પાણી જોવા મળ્યું છે. દર વર્ષે ચોમાસામાં ગામમા પાણી ભરાય છે. આસપાસ પડેલા ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. તેમાં ભયજનક સ્થળોએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ છે. કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળો ભયજનક છે. ભયજનક સ્થળો પર લોકોએ અવરજવર ન કરવા તાકીદ છે. જાહેરનામાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરાશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ -223 મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
હાઈવે પર પાણી જ પાણી
કચ્છ માંડવી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે,તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે,સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે,સામાન્ય વરસાદમાં પણ અહીંયા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.દર વખતની જેમ આ વખતે પણ આ વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ ગયો હતો,ત્યારે સ્થાનિકો આશા રાખીને બેઠા છે કે,જલ્દીથી આ પાણી ઉતરે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો છે.અને કરોડો રૂપિયાનું એંધાણ પણ થયું છે.