લાઠી પંથકમાં વીજળી ત્રાટકતાં બે મહિલા,ત્રણ બાળકોનાં મોત
- આંખ આંજી દેતા પ્રકાશ અને કાનમાં ધાક પાડી દેતા પ્રચંડ અવાજ સાથે - ભારે વરસાદ વચ્ચે આંબરડીમાં કપાસ વીણવાનું કામ કરી 13 શ્રમિકો ઘરે પરત ફરતા હતા ત્યારે નદી કાંઠા પાસે વીજળી પડી, પાંચનાં મૃત્યુથી અરેરાટીઅમરેલી : સૌરાષ્ટ્રમાં આસો માસની શરદપુનમ પછી પણ અષાઢ જેવો ગાજવીજ સાથે વરસાદ વરસવાનું જારી છે ત્યારે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે પ્રચંડ વિજળી ત્રાટકતા ખેતમજુરી કરતા દેવીપૂજક પરિવારોના ત્રણ માસુમ બાળકો અને બે મહિલા સહિત પાંચના કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી પંથકમાં આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. આ દરમિયાન લાઠી તાલુકાના આંબરડી ગામે કપાસ વીણવાનું કામ કરતા ઉપરોક્ત મૃતકો સહિત ૧૩ શ્રમિકો આજે ખેતરે કામ કરીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આંખ આંજી દેતા પ્રકાશ અને કાનમાં ધાક પાડી દેતા પ્રચંડ અવાજ સાથે
- ભારે વરસાદ વચ્ચે આંબરડીમાં કપાસ વીણવાનું કામ કરી 13 શ્રમિકો ઘરે પરત ફરતા હતા ત્યારે નદી કાંઠા પાસે વીજળી પડી, પાંચનાં મૃત્યુથી અરેરાટી
અમરેલી : સૌરાષ્ટ્રમાં આસો માસની શરદપુનમ પછી પણ અષાઢ જેવો ગાજવીજ સાથે વરસાદ વરસવાનું જારી છે ત્યારે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે પ્રચંડ વિજળી ત્રાટકતા ખેતમજુરી કરતા દેવીપૂજક પરિવારોના ત્રણ માસુમ બાળકો અને બે મહિલા સહિત પાંચના કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી પંથકમાં આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. આ દરમિયાન લાઠી તાલુકાના આંબરડી ગામે કપાસ વીણવાનું કામ કરતા ઉપરોક્ત મૃતકો સહિત ૧૩ શ્રમિકો આજે ખેતરે કામ કરીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા.