રિવરફ્રન્ટમાં કાર નીચે ૫૦ ફૂટ ઢસડાતાં યુવકનું મૃત્યુ, વસ્ત્રાલમાં ટ્રકે વૃદ્ધને કચડી નાંખ્યા

અમદાવાદ,રવિવારઅમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં રિવરફ્રન્ટ પીકનીક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી કાર નીચે ૫૦ ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું. જ્યારે વસ્ત્રાલ રીંગરોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ટાયર નીચે આવી જતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.પિકનીક હાઉસ પાસે  બાઇકને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી કાર ચાલક નાસી ગયો ઃ રિંગ રોડ ઉપર બાઇકને ટક્કર મારી ટ્રક ચાલક ફરારચાંદખેડામાં રહેતા અને આશ્રમ રોડ ઉપર કારના શોરૃમમાં નોકરી કરતો યુવક શનિવારે  રાત્રે બાઇક લઇને રિવરફ્રન્ટ ઉપરથી ઘરે જતા હતા. ત્યારે પીકનીક હાઉસ ત્રણ રસ્તા પાસે પહોચ્યા તે સમયે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાઇ જતા યુવક ૫૦ ફૂટ ઢસડાયો હતો. બાઇક પણ અડધો કિલો મીટર સુધી ઢસડાયું હતું અને કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા યુવકને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં નિકોલમાં રહેતા અને અસલાલીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા વૃદ્ધ તા. ૬ના રોજ બાઇક લઇને વસ્ત્રાલ એસ.પી.રીંગરોડ પર સ્માર્ટ બજાર પાસેથી પસાર થતા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાયા હતા.  દરિમયાન ટ્રકનું ટાયર તેમના માથા ઉપર ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિવરફ્રન્ટમાં કાર નીચે ૫૦ ફૂટ ઢસડાતાં યુવકનું મૃત્યુ, વસ્ત્રાલમાં ટ્રકે વૃદ્ધને કચડી નાંખ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં રિવરફ્રન્ટ પીકનીક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી કાર નીચે ૫૦ ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું. જ્યારે વસ્ત્રાલ રીંગરોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ટાયર નીચે આવી જતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પિકનીક હાઉસ પાસે  બાઇકને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી કાર ચાલક નાસી ગયો ઃ રિંગ રોડ ઉપર બાઇકને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

ચાંદખેડામાં રહેતા અને આશ્રમ રોડ ઉપર કારના શોરૃમમાં નોકરી કરતો યુવક શનિવારે  રાત્રે બાઇક લઇને રિવરફ્રન્ટ ઉપરથી ઘરે જતા હતા. ત્યારે પીકનીક હાઉસ ત્રણ રસ્તા પાસે પહોચ્યા તે સમયે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાઇ જતા યુવક ૫૦ ફૂટ ઢસડાયો હતો. બાઇક પણ અડધો કિલો મીટર સુધી ઢસડાયું હતું અને કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા યુવકને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં નિકોલમાં રહેતા અને અસલાલીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા વૃદ્ધ તા. ૬ના રોજ બાઇક લઇને વસ્ત્રાલ એસ.પી.રીંગરોડ પર સ્માર્ટ બજાર પાસેથી પસાર થતા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાયા હતા.  દરિમયાન ટ્રકનું ટાયર તેમના માથા ઉપર ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.