Amreli જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બન્યો

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બની રહ્યો છે. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર વનવિભાગનું રાત્રીના સમયે રેડ ઝોન દરમ્યાન સિંહોને બચાવવા માટે આખી રેંજનો સૌથી વધુ સ્ટાફ તૈનાત રાત્રીના સમયે સિંહોના રખેવાળ વનકર્મીઓ કેવી રીતે રાતવાસો કરી પેટ્રોલીંગ કરી રહ્યા છે તે જાણવા અમારી સંદેશ ન્યૂઝની ટીમ રાત ભર રેલવે ટ્રેક ઉપર અલગ અલગ પોઇન્ટ ઉપર પહોંચી જ્યારે ટ્રેક ઉપર સિંહ બેસે ત્યારે રેલવે સેવક રેડ સિગ્નલ બતાવી ટ્રેનને ઇમરજન્સી ઉભી રખાવી સિંહોને દૂર ખસેડે છે. સિંહો અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે દેશની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે. જેના કારણે રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ બની રહ્યો છે. થોડા સમય પહેલા અને ભૂતકાળમાં અનેક સિંહોના ટ્રેક ઉપર ટ્રેન હડફેટે મોત થયાની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે રાત્રીના સમયે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર અમારી સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી રેલવે ટ્રેક ઉપર વનકર્મીઓના નાઈટ પેટ્રોલીંગ રેડ ઝોન વિસ્તારમા અહીં ટ્રેક ઉપર આસપાસમાં વિસ્તારમાં વનક્રમીઓ સિંહો અને ટ્રેક ઉપર બાજ નજર રાખી રહ્યા છે. વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટર ઓફિસર કક્ષાના અધિકારીઓ રાતભર ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે.  પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક એટલે સૌથી પહેલી ઘટનાઓ આ વિસ્તારમાં શરૂ થઈ રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક એટલે સૌથી પહેલી ઘટનાઓ આ વિસ્તારમાં શરૂ થઈ હતી. સિંહો ટ્રેક ઉપર આવી જવાના કારણે સિંહોના અકસ્માતે મોત થયા બાદ વાંરવાર ઘટનાઓ વધતા હવે વનવિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. રાજુલા રેંજ વિસ્તારમાં રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક 48 કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર આવેલો છે. અહીં આ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ કરે છે. દરરોજ ટ્રેક વિસ્તારમાંથી સિંહો ફરતા હોય છે. વનવિભાગ દ્વારા રાત્રીના સમયે 45 રેલવે સેવકો ટ્રેકર્સ પેટ્રોલીંગ કરતા હોય છે સિંહોને ટ્રેક ઉપરથી દૂર ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત 40 જેટલી સેન્સર સોલાર લાઈટો ઉભી કરાય છે. ટ્રેક ઉપર સિંહો સહિત વન્યપ્રાણી પસાર થાય તો સોલાર લાઈટ ડીમ હોય છે તે તાત્કાલિક ફૂલ પ્રકાશમાં આવે જેથી ટ્રેકરો જોઇ શકે છે. ટ્રેક નજીક 12 જેટલા વોચ ટાવર ઉભા કર્યા છે જે વોચ ટાવર ઉપરથી વનવિભાગના રેલવે સેવકો ટ્રેકર્સ નજર રાખતા હોય છે.  સિંહો અને ટ્રેનની મુમેન્ટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો અહીં ચોમાસા દરમ્યાન સૌથી વધુ વનવિભાગ માટે પડકાર જનક સ્થિતિ સર્જાઈ છે. ટ્રેક આસપાસ કાદવ કીચડ મોટી ઝાડીઓ ચાલુ વરસાદ પણ હોય છે તેમ છતાં વનવિભાગના જવાનો અહીં રાતભર પેટ્રોલીંગ કરી સિંહોના અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત ફેનસિંગ આસપાસના વિસ્તારમાં હોવા છતાં સિંહો કેટલીક વખત ફેનસિંગ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ કરવાની ઘટનાઓ પણ બની રહી છે. ચોમાસામાં રેલવે બ્રિજ વિસ્તારમાં પાણી ભરવાવના કારણે સૌથી વધુ સિંહો ટ્રેક ઉપર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે તેવા સમયે વનવિભાગના કર્મચારીઓ ટ્રેક ઉપર રાતભર ભાગદોડ વચ્ચે સિંહોને દૂર ખસેડી રહ્યા છે. આ કામગીરી કરનારા રેલવે સેવકો સાથે પણ વાતચીત કરી સિંહો અને ટ્રેનની મુમેન્ટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Amreli જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બની રહ્યો છે. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર વનવિભાગનું રાત્રીના સમયે રેડ ઝોન દરમ્યાન સિંહોને બચાવવા માટે આખી રેંજનો સૌથી વધુ સ્ટાફ તૈનાત રાત્રીના સમયે સિંહોના રખેવાળ વનકર્મીઓ કેવી રીતે રાતવાસો કરી પેટ્રોલીંગ કરી રહ્યા છે તે જાણવા અમારી સંદેશ ન્યૂઝની ટીમ રાત ભર રેલવે ટ્રેક ઉપર અલગ અલગ પોઇન્ટ ઉપર પહોંચી જ્યારે ટ્રેક ઉપર સિંહ બેસે ત્યારે રેલવે સેવક રેડ સિગ્નલ બતાવી ટ્રેનને ઇમરજન્સી ઉભી રખાવી સિંહોને દૂર ખસેડે છે.

સિંહો અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે

દેશની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે. જેના કારણે રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ બની રહ્યો છે. થોડા સમય પહેલા અને ભૂતકાળમાં અનેક સિંહોના ટ્રેક ઉપર ટ્રેન હડફેટે મોત થયાની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે રાત્રીના સમયે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર અમારી સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી રેલવે ટ્રેક ઉપર વનકર્મીઓના નાઈટ પેટ્રોલીંગ રેડ ઝોન વિસ્તારમા અહીં ટ્રેક ઉપર આસપાસમાં વિસ્તારમાં વનક્રમીઓ સિંહો અને ટ્રેક ઉપર બાજ નજર રાખી રહ્યા છે. વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટર ઓફિસર કક્ષાના અધિકારીઓ રાતભર ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહ્યા છે.

 પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક એટલે સૌથી પહેલી ઘટનાઓ આ વિસ્તારમાં શરૂ થઈ

રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક એટલે સૌથી પહેલી ઘટનાઓ આ વિસ્તારમાં શરૂ થઈ હતી. સિંહો ટ્રેક ઉપર આવી જવાના કારણે સિંહોના અકસ્માતે મોત થયા બાદ વાંરવાર ઘટનાઓ વધતા હવે વનવિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. રાજુલા રેંજ વિસ્તારમાં રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક 48 કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર આવેલો છે. અહીં આ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ કરે છે. દરરોજ ટ્રેક વિસ્તારમાંથી સિંહો ફરતા હોય છે. વનવિભાગ દ્વારા રાત્રીના સમયે 45 રેલવે સેવકો ટ્રેકર્સ પેટ્રોલીંગ કરતા હોય છે સિંહોને ટ્રેક ઉપરથી દૂર ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત 40 જેટલી સેન્સર સોલાર લાઈટો ઉભી કરાય છે. ટ્રેક ઉપર સિંહો સહિત વન્યપ્રાણી પસાર થાય તો સોલાર લાઈટ ડીમ હોય છે તે તાત્કાલિક ફૂલ પ્રકાશમાં આવે જેથી ટ્રેકરો જોઇ શકે છે. ટ્રેક નજીક 12 જેટલા વોચ ટાવર ઉભા કર્યા છે જે વોચ ટાવર ઉપરથી વનવિભાગના રેલવે સેવકો ટ્રેકર્સ નજર રાખતા હોય છે.

 સિંહો અને ટ્રેનની મુમેન્ટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો

અહીં ચોમાસા દરમ્યાન સૌથી વધુ વનવિભાગ માટે પડકાર જનક સ્થિતિ સર્જાઈ છે. ટ્રેક આસપાસ કાદવ કીચડ મોટી ઝાડીઓ ચાલુ વરસાદ પણ હોય છે તેમ છતાં વનવિભાગના જવાનો અહીં રાતભર પેટ્રોલીંગ કરી સિંહોના અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત ફેનસિંગ આસપાસના વિસ્તારમાં હોવા છતાં સિંહો કેટલીક વખત ફેનસિંગ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ કરવાની ઘટનાઓ પણ બની રહી છે. ચોમાસામાં રેલવે બ્રિજ વિસ્તારમાં પાણી ભરવાવના કારણે સૌથી વધુ સિંહો ટ્રેક ઉપર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે તેવા સમયે વનવિભાગના કર્મચારીઓ ટ્રેક ઉપર રાતભર ભાગદોડ વચ્ચે સિંહોને દૂર ખસેડી રહ્યા છે. આ કામગીરી કરનારા રેલવે સેવકો સાથે પણ વાતચીત કરી સિંહો અને ટ્રેનની મુમેન્ટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.