Suratમાં 1.25 કરોડની ચોરીમાં પોલીસ લાચાર, આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર

સુરતમાં બે દિવસ પહેલા જવેલર્સની દુકાનનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી,આ ચોરીમાં પોલીસ પકડથી આરોપીઓ હજી દૂર છે,48 કલાક વીતી ગયા હોવા છત્તા હજી આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા નથી,ઓર્નામેન્ટલ જવેલર્સનું શટર તોડી કરી હતી ચોરી.જે જવેલર્સમાં ચોરી થઈ હતી તે દુકાન ભટાર રોડ વિસ્તારમાં આવેલી છે. પોલીસની ટીમ જોડાઈ તપાસમાં ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી,આસપાસના સીસીટીવી તેમજ દરેક ચાર રસ્તે સીસીટીવી ચેંકિગ કરવામાં આવ્યા છે,પરંતું પોલીસને હજી પણ આ ઘટનાને લઈ કોઈ મહત્વની કડી મળી નથી,આ ટીમમાં સુરત DCB,સુરત શહેર SOG સુરત PCBની ટીમ પણ તપાસ કરી રહી છે.આ ચોરીમાં તસ્કરો સાથે 8 કિલો ચાંદી પણ લઈ ગયા છે.તસ્કરોએ CCTV તોડી DVRની પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,વેપારી સવારે દુકાને આવ્યા ત્યારે ખબર પડી કે ચોરીની ઘટના બની છે. સુરત શહેર પોલીસને મોટો પડકાર સુરત શહેરમાં ક્રાઈમની ઘટના છાશવારે બનતી હોય છે.ત્યારે શહેરમાં જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરી થઈ છે,ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.ગોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.અંદાજિત 3 કિલો સોનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.કાર લઈને તસ્કરો ચોરી કરવા આવ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે. જાણભેદુ હોવાની પોલીસને શંકા પોલીસને શંકા છે કે,કોઈ જાણભેદુ હોય તો જ તેને ખબર રહે કે આટલી મોટી માત્રામાં સોનુ દુકાનમાં પડયું છે,પોલીસે પણ વેપારીની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથધરી હતી,ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચી શકે છે.

Suratમાં 1.25 કરોડની ચોરીમાં પોલીસ લાચાર, આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં બે દિવસ પહેલા જવેલર્સની દુકાનનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી,આ ચોરીમાં પોલીસ પકડથી આરોપીઓ હજી દૂર છે,48 કલાક વીતી ગયા હોવા છત્તા હજી આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા નથી,ઓર્નામેન્ટલ જવેલર્સનું શટર તોડી કરી હતી ચોરી.જે જવેલર્સમાં ચોરી થઈ હતી તે દુકાન ભટાર રોડ વિસ્તારમાં આવેલી છે.

પોલીસની ટીમ જોડાઈ તપાસમાં

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી,આસપાસના સીસીટીવી તેમજ દરેક ચાર રસ્તે સીસીટીવી ચેંકિગ કરવામાં આવ્યા છે,પરંતું પોલીસને હજી પણ આ ઘટનાને લઈ કોઈ મહત્વની કડી મળી નથી,આ ટીમમાં સુરત DCB,સુરત શહેર SOG સુરત PCBની ટીમ પણ તપાસ કરી રહી છે.આ ચોરીમાં તસ્કરો સાથે 8 કિલો ચાંદી પણ લઈ ગયા છે.તસ્કરોએ CCTV તોડી DVRની પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,વેપારી સવારે દુકાને આવ્યા ત્યારે ખબર પડી કે ચોરીની ઘટના બની છે.


સુરત શહેર પોલીસને મોટો પડકાર

સુરત શહેરમાં ક્રાઈમની ઘટના છાશવારે બનતી હોય છે.ત્યારે શહેરમાં જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરી થઈ છે,ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.ગોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.અંદાજિત 3 કિલો સોનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.કાર લઈને તસ્કરો ચોરી કરવા આવ્યું હોવાની વાત સામે આવી છે.પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.

જાણભેદુ હોવાની પોલીસને શંકા

પોલીસને શંકા છે કે,કોઈ જાણભેદુ હોય તો જ તેને ખબર રહે કે આટલી મોટી માત્રામાં સોનુ દુકાનમાં પડયું છે,પોલીસે પણ વેપારીની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથધરી હતી,ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચી શકે છે.