Junagadhનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

ડેમમાં પાણીની આવક વધતા છલકાયો નીચાણવાળા 6 ગામોને કરાયા એલર્ટ બામણગામ, ડેરવાણ, સાબલપુર કરાયા એલર્ટ જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે,બીજી તરફ ગિરનારની મધ્યમાં આવેલ હસનાપુર ડેમ છલકાયો છે.હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં શહેરમાં પાણીની સમસ્યાનો અંત આવશે તો આ ડેમ માનવની સાથે વન્ય પ્રાણીઓ માટે પણ જીવાદોરી સમાન છે.ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા છ ગામોને એલર્ટ કરાયા છે.બામણગામ, ડેરવાણ,ગલીયાવાડ સાબલપુર, સરગવાળા અને વિરપુરને કરાયા છે એલર્ટ.જૂનાગઢના તમામ ડેમો ઓવરફલો ભારે વરસાદને પગલે જૂનાગઢના તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે.બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે. દ્રારકામાં 12 ડેમ ઓવરફલો થયા દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે.ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ ઓવર ફ્લો થયો હતો, ત્યારબાદ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડયા હતા. મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમમાં પાણીની આવક છતા છલકાયા છે. તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, સોનમતી ડેમો પણ છલકાયા હતા. પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઇ ગયા છે. પાણીની આવક છતા ખેડૂતોને પણ સિંચાઈમાં રાહતરૂપ થશે. છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.

Junagadhનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડેમમાં પાણીની આવક વધતા છલકાયો
  • નીચાણવાળા 6 ગામોને કરાયા એલર્ટ
  • બામણગામ, ડેરવાણ, સાબલપુર કરાયા એલર્ટ

જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે,બીજી તરફ ગિરનારની મધ્યમાં આવેલ હસનાપુર ડેમ છલકાયો છે.હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં શહેરમાં પાણીની સમસ્યાનો અંત આવશે તો આ ડેમ માનવની સાથે વન્ય પ્રાણીઓ માટે પણ જીવાદોરી સમાન છે.ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા છ ગામોને એલર્ટ કરાયા છે.બામણગામ, ડેરવાણ,ગલીયાવાડ સાબલપુર, સરગવાળા અને વિરપુરને કરાયા છે એલર્ટ.

જૂનાગઢના તમામ ડેમો ઓવરફલો

ભારે વરસાદને પગલે જૂનાગઢના તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે.બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે.


દ્રારકામાં 12 ડેમ ઓવરફલો થયા

દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે.ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ ઓવર ફ્લો થયો હતો, ત્યારબાદ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડયા હતા. મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમમાં પાણીની આવક છતા છલકાયા છે. તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, સોનમતી ડેમો પણ છલકાયા હતા. પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઇ ગયા છે. પાણીની આવક છતા ખેડૂતોને પણ સિંચાઈમાં રાહતરૂપ થશે.

છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ

નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી

બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.