રાજ્ય કૃષિ ભાવ પંચે ટેકાના ભાવો કર્યા નક્કી, રાજ્ય સરકારની કેન્દ્રને ભલામણ
ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે.સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો હાજર રહ્યા હતા. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવોને લઈને રાજ્ય ભાવ પંચની બેઠક મળી હતી. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે. રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમા ભલામણ માટે મોકલવામાં આવશે. કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ કરાઇ છે. બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ કરાઇ છે. જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ કરાઇ છે. મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ કરાઇ. તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ કરાઇ છે. નીચે જણાવેલ પ્રમાણે ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમા ભલામણ માટે મોકલવામાં આવશે.ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે કર્યા નક્કીટેકાના ભાવ માટે રાજ્ય સરકારની કેન્દ્રને ભલામણ કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ મગના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9700ની ભલામણ અડદના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9500ની ભલામણ મગફળીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8600ની ભલામણ તલના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 12000ની ભલામણ કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 10500ની ભલામણભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે. ખેડૂતો માટેના ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. રાજ્યના ભાવપંચની બેઠક મળી છે. જેમાં રવી સિઝન માટે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળવા જોઈએ તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી. આવી ભલામણ દર વર્ષે થતી રૂટીન પ્રક્રિયા છે. રાજ્ય સરકાર તો પોતાના તરફથી ભલામણ કરે છે પરંતુ કેન્દ્ર સરકાર તેમાથી કેટલી સ્વીકારે છે તે અલગ ચર્ચાનો મુદ્દો છે. ટેકાના ભાવની યોજના કાગળ ઉપર તો ઘણી જ સારી છે પણ મોટેભાગે ટેકાના ભાવ સરકાર જ્યારે જાહેર કરે છે. ત્યારે તે ખેડૂતને પરવડે કે કેમ તે હવે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે.
સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો હાજર રહ્યા હતા. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવોને લઈને રાજ્ય ભાવ પંચની બેઠક મળી હતી. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે.
રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમા ભલામણ માટે મોકલવામાં આવશે. કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ કરાઇ છે. બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ કરાઇ છે. જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ કરાઇ છે. મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ કરાઇ. તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ કરાઇ છે. નીચે જણાવેલ પ્રમાણે ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમા ભલામણ માટે મોકલવામાં આવશે.
ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે કર્યા નક્કી
- ટેકાના ભાવ માટે રાજ્ય સરકારની કેન્દ્રને ભલામણ
- કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ
- બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ
- જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600ની ભલામણ
- મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ
- તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9100ની ભલામણ
- મગના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9700ની ભલામણ
- અડદના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9500ની ભલામણ
- મગફળીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8600ની ભલામણ
- તલના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 12000ની ભલામણ
- કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 10500ની ભલામણ
ભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે.
ખેડૂતો માટેના ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. રાજ્યના ભાવપંચની બેઠક મળી છે. જેમાં રવી સિઝન માટે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળવા જોઈએ તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી. આવી ભલામણ દર વર્ષે થતી રૂટીન પ્રક્રિયા છે. રાજ્ય સરકાર તો પોતાના તરફથી ભલામણ કરે છે પરંતુ કેન્દ્ર સરકાર તેમાથી કેટલી સ્વીકારે છે તે અલગ ચર્ચાનો મુદ્દો છે. ટેકાના ભાવની યોજના કાગળ ઉપર તો ઘણી જ સારી છે પણ મોટેભાગે ટેકાના ભાવ સરકાર જ્યારે જાહેર કરે છે. ત્યારે તે ખેડૂતને પરવડે કે કેમ તે હવે જોવું રહ્યું.