રાજસ્થાનથી કારમાં દારૂની ખેપ લઈને આવતા શખ્સની ધરપકડ
- સાતમ-આઠમના તહેવારો ટાણે ભાવનગરની મહિલા બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું- લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રામણકા પાસેથી દારૂની 1262 બોટલ, બિયરના 239 ટીન અને કાર કબજે કરી : 3 સામે ગુનો દાખલભાવનગર : સાતમ-આઠમના તહેવારો ટાણે મહિલા બુટલેગરે રાજસ્થાનથી મંગાવેલો દારૂનો જથ્થો ભાવનગર પહોંચે તે પહેલા ઉમરાળાના રામણકા ગામ નજીકથી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વિલાયતી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઢડાથી રામણકા તરફ આવી રહેલી એક કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભાવનગર તરફ લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે ઉમરાળા તાલુકાના રામણકા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મહિન્દ્રા કંપનીની એક્સયુવી કાર નં.જીજે.૧૦.ડીઈ.૨૪૧૯ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા કારની અંદર તેમજ ડીકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી ૧૨૬૨ બોટલ (કિ.રૂા.૧,૬૩,૨૬૫), બિયરના ટીમ નંગ ૨૩૯ (કિ.રૂા.૨૯,૮૭૫) મળી આવતા એલસીબીએ દારૂ-બિયરનો જથ્થો ઉપરાંત એક મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂા.૬,૯૪,૧૪૦ના મુદ્દામાલ સાથે કારનો ચાલક પાબુરામ જગદીશરામ ડારા બિશ્નોઈ (રહે, બુલ ગામ, ધોરીમન્ના, જિ.બાડમેર, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર તેનો શેઠ પીરારામ ઉર્ફે પ્રતાપ (રહે, સાંચોર, રાજસ્થાન) ગુજરાતના વિજયનગર ખાતે આપી ગયો હતો અને આ જથ્થો ભાવનગરમાં રહેતા નનુબેન બારૈયાને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ પાબુરામ ડારા, પીરારામ ઉર્ફે પ્રતાપ અને નનુબેન બારૈયા સામે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાતમ-આઠમના તહેવારો ટાણે ભાવનગરની મહિલા બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું
- લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રામણકા પાસેથી દારૂની 1262 બોટલ, બિયરના 239 ટીન અને કાર કબજે કરી : 3 સામે ગુનો દાખલ
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઢડાથી રામણકા તરફ આવી રહેલી એક કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભાવનગર તરફ લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે ઉમરાળા તાલુકાના રામણકા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મહિન્દ્રા કંપનીની એક્સયુવી કાર નં.જીજે.૧૦.ડીઈ.૨૪૧૯ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા કારની અંદર તેમજ ડીકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી ૧૨૬૨ બોટલ (કિ.રૂા.૧,૬૩,૨૬૫), બિયરના ટીમ નંગ ૨૩૯ (કિ.રૂા.૨૯,૮૭૫) મળી આવતા એલસીબીએ દારૂ-બિયરનો જથ્થો ઉપરાંત એક મોબાઈલ ફોન, કાર મળી કુલ રૂા.૬,૯૪,૧૪૦ના મુદ્દામાલ સાથે કારનો ચાલક પાબુરામ જગદીશરામ ડારા બિશ્નોઈ (રહે, બુલ ગામ, ધોરીમન્ના, જિ.બાડમેર, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર તેનો શેઠ પીરારામ ઉર્ફે પ્રતાપ (રહે, સાંચોર, રાજસ્થાન) ગુજરાતના વિજયનગર ખાતે આપી ગયો હતો અને આ જથ્થો ભાવનગરમાં રહેતા નનુબેન બારૈયાને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ પાબુરામ ડારા, પીરારામ ઉર્ફે પ્રતાપ અને નનુબેન બારૈયા સામે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.