રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે અરજી કરાશે
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫થી કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. જેમાં ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ જોડવી જરૂરી છે. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ઓનલાઇન નોંધણી ફરજિયાત રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી. હેલ્પલાઈન નંબરનો કરી શકાશે સંપર્ક નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે, અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે કે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે
લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫થી કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. જેમાં ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ જોડવી જરૂરી છે. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ઓનલાઇન નોંધણી ફરજિયાત
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી.
હેલ્પલાઈન નંબરનો કરી શકાશે સંપર્ક
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે, અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે કે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર (ગ્રેડ-૧) બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.