ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત ત્રણ વર્ષની બાળકીને ભરખી ગયું, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
પ્રતિકાત્મક તસવીરAhmedabad News: ગુજરાતમાં હાલ લોકો નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યાં છે. ત્યારે તંત્રના પાપે અમદાવાદના વટવામાં રહેતાં એક પરિવાર માટે તહેવાર માતમાં ફેરવાઈ ગયો છે. વટવામાં ઘણાં સમયથી ચાલતા ગટરલાઇનનાં ખોદકામમાં 3 વર્ષની બાળકી ખાબકતાં તેનું મોત નિપજ્યું છે. પરિવારે સ્થાનિક પોલીસમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં ફરિયાદ નોંધાવા ગયાં તો પોલીસે પણ ફરિયાદ ન નોંધી.શું હતો સમગ્ર બનાવ?અમદાવાદમાં ફૂલ જેવી બાળકી કોન્ટ્રાક્ટર અને તંત્રના પાપે મોતને ભેટી છે. છેલ્લાં ઘણાં સમયથી મૃતક બાળકીના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું. જેના કારણે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ વિશે અનેકવાર રજૂઆત છતાં કામગીરી પૂર્ણ કરી ખાડો પૂરાયો ન હતો. જોકે, આ દરમિયાન 3 વર્ષની બાળકી રમતા-રમતા ભૂલથી આ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.આ પણ વાંચોઃ ભાજપની લોકપ્રિયતાની પોલ ખૂલી: 'પ્રજાલક્ષી કામો' ન થતાં સભ્યો નોંધણીમાં આંખે પાણી આવ્યુંમૃતક બાળકીના પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. પીડિત પરિવારે તંત્ર અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તેમજ બંનેની મીલીભગતના કારણે મારી માસૂમ દીકરીનો જીવ ગયો છે. આ પણ વાંચોઃ ઈડરમાં ખજાનો શોધવાની લ્હાયમાં ઐતિહાસિક ધરોહરનું ધનોત-પનોત કાઢ્યું, રાજપૂત સમાજ લાલઘૂમAMC અધિકારી પર ગંભીર આરોપસમગ્ર ઘટના બાદ પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોન્ટ્રાક્ટર ઝાકીર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં, પરંતુ PI અને અન્ય પોલીસકર્મીઓએ ઝાકીર સામે આરોપી તરીકે ફરિયાદ નોંધી નહીં અને પરિવારને ગાળો ભાંડી હતી. આ સિવાય કોઈ કાર્યવાહી પણ કરી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad News: ગુજરાતમાં હાલ લોકો નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યાં છે. ત્યારે તંત્રના પાપે અમદાવાદના વટવામાં રહેતાં એક પરિવાર માટે તહેવાર માતમાં ફેરવાઈ ગયો છે. વટવામાં ઘણાં સમયથી ચાલતા ગટરલાઇનનાં ખોદકામમાં 3 વર્ષની બાળકી ખાબકતાં તેનું મોત નિપજ્યું છે. પરિવારે સ્થાનિક પોલીસમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં ફરિયાદ નોંધાવા ગયાં તો પોલીસે પણ ફરિયાદ ન નોંધી.
શું હતો સમગ્ર બનાવ?
અમદાવાદમાં ફૂલ જેવી બાળકી કોન્ટ્રાક્ટર અને તંત્રના પાપે મોતને ભેટી છે. છેલ્લાં ઘણાં સમયથી મૃતક બાળકીના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું. જેના કારણે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ વિશે અનેકવાર રજૂઆત છતાં કામગીરી પૂર્ણ કરી ખાડો પૂરાયો ન હતો. જોકે, આ દરમિયાન 3 વર્ષની બાળકી રમતા-રમતા ભૂલથી આ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ ભાજપની લોકપ્રિયતાની પોલ ખૂલી: 'પ્રજાલક્ષી કામો' ન થતાં સભ્યો નોંધણીમાં આંખે પાણી આવ્યું
મૃતક બાળકીના પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. પીડિત પરિવારે તંત્ર અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તેમજ બંનેની મીલીભગતના કારણે મારી માસૂમ દીકરીનો જીવ ગયો છે.
આ પણ વાંચોઃ ઈડરમાં ખજાનો શોધવાની લ્હાયમાં ઐતિહાસિક ધરોહરનું ધનોત-પનોત કાઢ્યું, રાજપૂત સમાજ લાલઘૂમ
AMC અધિકારી પર ગંભીર આરોપ
સમગ્ર ઘટના બાદ પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોન્ટ્રાક્ટર ઝાકીર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં, પરંતુ PI અને અન્ય પોલીસકર્મીઓએ ઝાકીર સામે આરોપી તરીકે ફરિયાદ નોંધી નહીં અને પરિવારને ગાળો ભાંડી હતી. આ સિવાય કોઈ કાર્યવાહી પણ કરી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.