ભાવનગરના 5 તાલુકામાં 24 કલાક દરમિયાન ઝરમર વરસાદ

- શહેરમાં બપોર બાદ માહોલ અનુરૂપ વરસાદ વરસ્યો નહી- અષાઢ જામ્યો નહી, શ્રાવણમાં સારા વરસાદની આશ, સતત 5 માં દિવસે બપોર બાદ ઘનઘોર વાતાવરણ પણ વરસાદ નહીભાવનગર : ભાવનગરમાં આજે સતત પાંચમાં દિવસે બપોર બાદ ઘનઘોર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું પરંતુ મેઘરાજાએ આજે પણ હાથતાળી આપીને શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો હતો. આજે જિલ્લાના પાંચ તાલુકાઓમાં  ઝરમર વરસાદ નોંધાયો હતો. મેઘરાજા અષાઢમાં મન મુકીને વરસ્યા નથી ત્યારે હવે શ્રાવણમાં સારા વરસાદની આશા લોકો સેવી રહ્યાં છે.ચોમાસાના પ્રારંભથી જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં વખતો વખત સામાન્યથી લઇ અતિભારે વરસાદ સુધીની આગાહી કરાઇ છે પરંતુ આગાહીને અનુરૂપ વરસાદ વરસતો નથી. ભાવનગરમાં સતત ચાર દિવસ દરમિયાન છુટાછવાયા ઝાપટાથી લઇ સામાન્ય વરસાદ બાદ આજે સતત પાંચમાં દિવસે બપોર બાદ ઘનઘોર વાદળછાયું વાતાવરણ નિર્માણ પામ્યું હતું અને લાગી રહ્યું હતું કે શહેર પર ધોધમાર વરસાદ તુટી પડશે પરંતુ મેઘરાજાએ આજે પણ હાથતાળી આપી હતી. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લા કંટ્રોલરૂપ પ્રમાણે આજે શહેરમાં વરસાદ નોંધાયો નહોતો જ્યારે ભાવનગર એરપોર્ટ નજીકના વિસ્તારમાં ૦.૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેર ઝરમર વરસાદ અને પવનની હાજરીના કારણે ગત રોજની સરખામણીએ મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી ઘટીને ૩૨.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી ઘટીને ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ઝડપ ૨૦ કિમી પ્રતિકલાકની રહી હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા નોંધાયું હતું. જિલ્લાના પાંચ તાલુકાઓમાં આજે સામાન્ય વરસાદ નોંધાયો જેમાં વલ્લભીપુરમાં ૨ મિ.મી., ઉમરાળામાં ૨ મિ.મી., સિહોરમાં ૨ મિ.મી., ગારિયાધાર તથા પાલિતાણામાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ભાવનગરના 5 તાલુકામાં 24 કલાક દરમિયાન ઝરમર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શહેરમાં બપોર બાદ માહોલ અનુરૂપ વરસાદ વરસ્યો નહી

- અષાઢ જામ્યો નહી, શ્રાવણમાં સારા વરસાદની આશ, સતત 5 માં દિવસે બપોર બાદ ઘનઘોર વાતાવરણ પણ વરસાદ નહી

ભાવનગર : ભાવનગરમાં આજે સતત પાંચમાં દિવસે બપોર બાદ ઘનઘોર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું પરંતુ મેઘરાજાએ આજે પણ હાથતાળી આપીને શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ નોંધાયો હતો. આજે જિલ્લાના પાંચ તાલુકાઓમાં  ઝરમર વરસાદ નોંધાયો હતો. મેઘરાજા અષાઢમાં મન મુકીને વરસ્યા નથી ત્યારે હવે શ્રાવણમાં સારા વરસાદની આશા લોકો સેવી રહ્યાં છે.

ચોમાસાના પ્રારંભથી જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં વખતો વખત સામાન્યથી લઇ અતિભારે વરસાદ સુધીની આગાહી કરાઇ છે પરંતુ આગાહીને અનુરૂપ વરસાદ વરસતો નથી. ભાવનગરમાં સતત ચાર દિવસ દરમિયાન છુટાછવાયા ઝાપટાથી લઇ સામાન્ય વરસાદ બાદ આજે સતત પાંચમાં દિવસે બપોર બાદ ઘનઘોર વાદળછાયું વાતાવરણ નિર્માણ પામ્યું હતું અને લાગી રહ્યું હતું કે શહેર પર ધોધમાર વરસાદ તુટી પડશે પરંતુ મેઘરાજાએ આજે પણ હાથતાળી આપી હતી. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લા કંટ્રોલરૂપ પ્રમાણે આજે શહેરમાં વરસાદ નોંધાયો નહોતો જ્યારે ભાવનગર એરપોર્ટ નજીકના વિસ્તારમાં ૦.૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેર ઝરમર વરસાદ અને પવનની હાજરીના કારણે ગત રોજની સરખામણીએ મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી ઘટીને ૩૨.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી ઘટીને ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ઝડપ ૨૦ કિમી પ્રતિકલાકની રહી હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા નોંધાયું હતું. જિલ્લાના પાંચ તાલુકાઓમાં આજે સામાન્ય વરસાદ નોંધાયો જેમાં વલ્લભીપુરમાં ૨ મિ.મી., ઉમરાળામાં ૨ મિ.મી., સિહોરમાં ૨ મિ.મી., ગારિયાધાર તથા પાલિતાણામાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.