Anandમાં ફૂટપાથ પર મહિલા અધ્યાપિકા ગરીબ બાળકોને ભણાવી પ્રગટાવે છે શિક્ષણની જયોત

આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે,શિક્ષણ વેપાર બની ગયો છે,ત્યારે આણંદ શહેરમાં એક મહિલા અધ્યાપિકા પોતાનાં વ્યસત સમયમાંથી પણ સમય કાઢીને ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ શ્રમિક પરિવારનાં બાળકોને ફૂટપાથ પર ખુલ્લામાં ભણાવીને શિક્ષણની જયોત પ્રગટાવીને માત્ર શિક્ષિત નહી પણ સારા સંસ્કારો આપે છે. બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ આજે આપણે એક એવા મહિલા અધ્યાપિકાની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓનું પોતાનું શિક્ષણ પણ ફૂટપાથ પર વિત્યું છે,ગરીબ પરિવારમાં જન્મ લઈ ઉચ્ચ શિક્ષણથી સજ્જ થયેલા આ મહિલા અધ્યાપિકા આજે પણ પોતાની ફૂટપાથથી લઈને કોલેજમાં અધ્યાપિકા સુધીની સફરને ભુલ્યા નથી, અને એટલેજ ફુટપાથનાં બાળકોને શિક્ષિત કરવા માટે તેઓએ બીડુ ઝડપ્યું છે. આણંદ શહેરના લાંભવેલ રોડ પર ઈસ્કોન કાઉન્ટીમાં રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર માટે દરરોજ શિક્ષક દિન હોય છે. અહીં આ કહેવું એટલા માટે ઉચિત ગણાશે કે, આ મહિલા અધ્યાપિકા છેલ્લાં છ વર્ષથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 25 થી વધુ શ્રમજીવી પરિવારનાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષક ડો. ઉમાબેન શર્મા માત્ર શિક્ષણ જ નહીં, પણ વ્યક્તિત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે.બાળકોને સારા સંસ્કાર આપી સ્વચ્છતાનાં પાઠ સાથે આ બાળકોને એક જવાબદાર નાગરીક બનાવવાનું યજ્ઞ કરી રહ્યા છે.વલ્લભવિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાન મૂળનાં ડો. ઉમાબેન શર્માનું બાળપણ અમદાવાદની ફૂટપાથ પર વીત્યું હતું. માતા-પિતા અભણ હતા. પિતા ગેરેજ ચલાવતા હતા. થોડી બચતમાંથી તેઓએ દિકરી ભણાવી હતી. અગવડતા વચ્ચે પણ ઉમાબેનએ ભણવાનું છોડ્યું નહીં, અને બી.એ.માં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ પછી એમ.એ., પીએચડી કર્યું. દરમિયાન, લગ્ન થતાં આણંદ આવી ગયા હતી. સવા છ વર્ષ અગાઉ તેઓ વોક પર જતા હતા ત્યારે સરદાર પટેલ રાજમાર્ગ પરના ફૂટપાથ પર રહેતા બાળકોને જોઈને તેઓને બાળપણ મને યાદ આવી ગયું. ઉમાબેનનું કહેવું છે કે હાલ, હું ડોક્ટરેટ છું, પરંતુ જો મને થોડું ગાઈડન્સ મળ્યું હોત, થોડાં પૈસા હોત તો હું ચોક્કસ મેડિકલ ક્ષેત્રની ડોક્ટર બની હોત. જોકે, મારી સાથે જે બન્યું તે બાળકો સાથે ન બને તેને ધ્યાનમાં રાખીને મેં છેલ્લાં છ વર્ષથી અહીં વસવાટ કરતા શ્રમજીવી પરિવારના બાળકોને કક્કા-બારખડીની સાથે-સાથે અંગ્રેજી મૂળાક્ષરો શીખવાડવાનું શરૂ કર્યું છે. શિક્ષણ યજ્ઞ બાળકોનો ઉત્સાહ એટલો છે કે મેં તેમને પાંચનો સમય આપ્યો છે અને તેઓ એ પહેલાં આવીને મારા આવવાની રાહ જુએ છે. નોંધનીય છે કે, બાળકોને અપશબ્દ નહીં બોલવા, સાથે-સાથે તેમના પહેરવેશ અને સ્વચ્છતાના પાઠ પણ તેઓ ફૂટપાથ પરની સ્કુલમાં ભણાવી સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે.ફૂટપાથ પર ભણતા બાળકોએ ડોક્ટર અને પોલીસ બનવાની ખેવના વ્યક્ત કરી હતી. બાળકોનું સ્તર સુધારવાની ખાસ જરૂર છે. તેઓ ભણવા નજીકની શાળામાં જાય છે, પરંતુ તેમનો પાયો ખૂબ કાચો છે. હાલમાં તેઓ દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ભણાવે છે. તેમની વ્યસ્ત જિંદગીમાંથી પણ દોઢ કલાકનો સમય રોજ કાઢીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.મૂળ રાજસ્થાનનાં અને વર્ષોથી આણંદમાં સ્થાઈ થયેલા તેંમનાં પતિ મનિષ શર્મા પણ તેઓને સતત પ્રોત્સાહીત કરી આ શિક્ષણ યજ્ઞમાં સહકાર આપી રહ્યા છે,  

Anandમાં ફૂટપાથ પર મહિલા અધ્યાપિકા ગરીબ બાળકોને ભણાવી પ્રગટાવે છે શિક્ષણની જયોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે,શિક્ષણ વેપાર બની ગયો છે,ત્યારે આણંદ શહેરમાં એક મહિલા અધ્યાપિકા પોતાનાં વ્યસત સમયમાંથી પણ સમય કાઢીને ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ શ્રમિક પરિવારનાં બાળકોને ફૂટપાથ પર ખુલ્લામાં ભણાવીને શિક્ષણની જયોત પ્રગટાવીને માત્ર શિક્ષિત નહી પણ સારા સંસ્કારો આપે છે.

બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ

આજે આપણે એક એવા મહિલા અધ્યાપિકાની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓનું પોતાનું શિક્ષણ પણ ફૂટપાથ પર વિત્યું છે,ગરીબ પરિવારમાં જન્મ લઈ ઉચ્ચ શિક્ષણથી સજ્જ થયેલા આ મહિલા અધ્યાપિકા આજે પણ પોતાની ફૂટપાથથી લઈને કોલેજમાં અધ્યાપિકા સુધીની સફરને ભુલ્યા નથી, અને એટલેજ ફુટપાથનાં બાળકોને શિક્ષિત કરવા માટે તેઓએ બીડુ ઝડપ્યું છે. આણંદ શહેરના લાંભવેલ રોડ પર ઈસ્કોન કાઉન્ટીમાં રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર માટે દરરોજ શિક્ષક દિન હોય છે. અહીં આ કહેવું એટલા માટે ઉચિત ગણાશે કે, આ મહિલા અધ્યાપિકા છેલ્લાં છ વર્ષથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 25 થી વધુ શ્રમજીવી પરિવારનાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.


શિક્ષક ડો. ઉમાબેન શર્મા

માત્ર શિક્ષણ જ નહીં, પણ વ્યક્તિત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે.બાળકોને સારા સંસ્કાર આપી સ્વચ્છતાનાં પાઠ સાથે આ બાળકોને એક જવાબદાર નાગરીક બનાવવાનું યજ્ઞ કરી રહ્યા છે.વલ્લભવિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાન મૂળનાં ડો. ઉમાબેન શર્માનું બાળપણ અમદાવાદની ફૂટપાથ પર વીત્યું હતું. માતા-પિતા અભણ હતા. પિતા ગેરેજ ચલાવતા હતા. થોડી બચતમાંથી તેઓએ દિકરી ભણાવી હતી. અગવડતા વચ્ચે પણ ઉમાબેનએ ભણવાનું છોડ્યું નહીં, અને બી.એ.માં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ પછી એમ.એ., પીએચડી કર્યું. દરમિયાન, લગ્ન થતાં આણંદ આવી ગયા હતી. સવા છ વર્ષ અગાઉ તેઓ વોક પર જતા હતા ત્યારે સરદાર પટેલ રાજમાર્ગ પરના ફૂટપાથ પર રહેતા બાળકોને જોઈને તેઓને બાળપણ મને યાદ આવી ગયું. ઉમાબેનનું કહેવું છે કે હાલ, હું ડોક્ટરેટ છું, પરંતુ જો મને થોડું ગાઈડન્સ મળ્યું હોત, થોડાં પૈસા હોત તો હું ચોક્કસ મેડિકલ ક્ષેત્રની ડોક્ટર બની હોત. જોકે, મારી સાથે જે બન્યું તે બાળકો સાથે ન બને તેને ધ્યાનમાં રાખીને મેં છેલ્લાં છ વર્ષથી અહીં વસવાટ કરતા શ્રમજીવી પરિવારના બાળકોને કક્કા-બારખડીની સાથે-સાથે અંગ્રેજી મૂળાક્ષરો શીખવાડવાનું શરૂ કર્યું છે.


શિક્ષણ યજ્ઞ

બાળકોનો ઉત્સાહ એટલો છે કે મેં તેમને પાંચનો સમય આપ્યો છે અને તેઓ એ પહેલાં આવીને મારા આવવાની રાહ જુએ છે. નોંધનીય છે કે, બાળકોને અપશબ્દ નહીં બોલવા, સાથે-સાથે તેમના પહેરવેશ અને સ્વચ્છતાના પાઠ પણ તેઓ ફૂટપાથ પરની સ્કુલમાં ભણાવી સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે.ફૂટપાથ પર ભણતા બાળકોએ ડોક્ટર અને પોલીસ બનવાની ખેવના વ્યક્ત કરી હતી. બાળકોનું સ્તર સુધારવાની ખાસ જરૂર છે. તેઓ ભણવા નજીકની શાળામાં જાય છે, પરંતુ તેમનો પાયો ખૂબ કાચો છે. હાલમાં તેઓ દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ભણાવે છે. તેમની વ્યસ્ત જિંદગીમાંથી પણ દોઢ કલાકનો સમય રોજ કાઢીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.મૂળ રાજસ્થાનનાં અને વર્ષોથી આણંદમાં સ્થાઈ થયેલા તેંમનાં પતિ મનિષ શર્મા પણ તેઓને સતત પ્રોત્સાહીત કરી આ શિક્ષણ યજ્ઞમાં સહકાર આપી રહ્યા છે,