ભાજપના સદસ્યતા અભિયાનમાં પુરષોત્તમ રૂપાલાની મોદક તુલા, પૂરપીડિતો રામભરોસે છોડી દેવાતા લોકોમાં રોષ
Parshottam Rupala Modak Tula : અમરેલીના ઈશ્વરિયા ગામે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને પહોંચેલા પુરુષોત્તમ રૂપાલાની ગણેશ ચતુર્થીના દિવસે મોદક તુલા કરવામાં આવી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન વડોદરામાં પૂરગ્રસ્ત સ્થિતિમાં સત્તા પક્ષા દ્વારા લોકોને કોઈ પ્રકારે મદદ પૂરી ન પાડતા, પૂરના પાણી ઓસર્યા બાદ ભાજપના નેતા પહોંચતા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. રૂપાલાની મોદક તુલાનો તાયફોઅમરેલીના ઈશ્વરિયા ગામમાં ગણેશ ચતુર્થીના દિવસે રૂપાલાની મોદક તુલા કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તારાજીમાં લોકોની મદદ કરવાને બદલે ભાજપ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત રહ્યું હતું. તેવામાં સત્તા પક્ષાના નેતા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદ પહોંચાડવાને બદલે મોદક તુલાનો તાયફો કર્યો છે. જેમાં ત્રાજવામાં મોદકના બોક્સ મુકીને રાજકોટના સાંસદ રૂપાલાની મોદક તુલા કરવામાં આવી છે. આ પણ વાંચો : ફરી વિવાદમાં RG કર હોસ્પિટલ: યુવકના નિધન બાદ હોબાળો, પરિવારે કહ્યું-'ત્રણ કલાક સુધી લોહી નીકળ્યું પણ...'ભાજપના નેતા પૂરગ્રસ્ત વિસ્તારો માટે સમય ના કાઢ્યો?મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ઈશ્વરિયા ગામે રૂપાલાની તુલા કરાયેલા મોદક ગાયોને ખવડાવા આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના અમરેલીના સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓને આવા કાર્યક્રમો માટે સમય મળે છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોની મદદ કરવા માટે સમય કાઢવામાં આવતો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Parshottam Rupala Modak Tula : અમરેલીના ઈશ્વરિયા ગામે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને પહોંચેલા પુરુષોત્તમ રૂપાલાની ગણેશ ચતુર્થીના દિવસે મોદક તુલા કરવામાં આવી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન વડોદરામાં પૂરગ્રસ્ત સ્થિતિમાં સત્તા પક્ષા દ્વારા લોકોને કોઈ પ્રકારે મદદ પૂરી ન પાડતા, પૂરના પાણી ઓસર્યા બાદ ભાજપના નેતા પહોંચતા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
રૂપાલાની મોદક તુલાનો તાયફો
અમરેલીના ઈશ્વરિયા ગામમાં ગણેશ ચતુર્થીના દિવસે રૂપાલાની મોદક તુલા કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તારાજીમાં લોકોની મદદ કરવાને બદલે ભાજપ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત રહ્યું હતું. તેવામાં સત્તા પક્ષાના નેતા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદ પહોંચાડવાને બદલે મોદક તુલાનો તાયફો કર્યો છે. જેમાં ત્રાજવામાં મોદકના બોક્સ મુકીને રાજકોટના સાંસદ રૂપાલાની મોદક તુલા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ફરી વિવાદમાં RG કર હોસ્પિટલ: યુવકના નિધન બાદ હોબાળો, પરિવારે કહ્યું-'ત્રણ કલાક સુધી લોહી નીકળ્યું પણ...'
મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ઈશ્વરિયા ગામે રૂપાલાની તુલા કરાયેલા મોદક ગાયોને ખવડાવા આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપના અમરેલીના સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓને આવા કાર્યક્રમો માટે સમય મળે છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોની મદદ કરવા માટે સમય કાઢવામાં આવતો નથી.