બોટાદમાં નવરાત્રિના આયોજક પર મહિલાનો છરી વડે હુમલો

- પતિ પત્નીએ યુવાનને મારી નાખવાની ધમકી આપી- નવરાત્રિના આયોજનમાં મહિલાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને માર માર્યોભાવનગર : બોટાદના ગઢડા રોડ પર રહેતા યુવાને નવરાત્રીનું આયોજન કરેલું હોય આજ ગામે રહેતી મહિલા આ નવરાત્રીના આયોજનમાં આવી ગાળો બોલતી હોય યુવાને ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો હતો દરમિયાનમાં મહિલાના પતિ આવી જતા પતિ પત્નીએ યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવવાની જાણવા મળતી વિગત અનુસાર, બોટાદના ગઢડા રોડ પર રહેતા વિપુલભાઈ દિનેશભાઈ મેણીયાએ ગઢડા રોડ માધવ પાર્ક ગુરુકુળ પાછળ નવરાત્રીનું આયોજન કર્યું છે.આ નવરાત્રીનાં આયોજનમાં સિધ્ધિબેન હરેશભાઈ સાપરા આવી ગાળો બોલતા હોય વિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા સિધ્ધિબેન ઘરે જઈ છરી લાવી વિપુલભાઈને છરી મારવા જતા છરી પકડી લેતા ડાબા હાથની વચલી આંગળીએ મુંઢ ઇજા થઇ હતી. અને  પેટના ડાબા ભાગે આ છરી થી લસરકો થયો હતો. જેથી વિપુલભાઈએ કહેલ કે તું ઉભી રહે ૧૧૨ નંબરમાં ફોન કરું છું તેમ કહેતા સિધ્ધીબેને વિપુલભાઈને કહેલ કે તું તારો ફોન મને આપી દે નહીં તો સારા વાટ નહીં રે તેમ કહેતા ફોન સિધ્ધીબેનને આપી દીધો હતો. અને આ વખતે પતિ હરેશ સાપરા તેનું મોટરસાયકલ લઈને ત્યાં આવી જઇ પત્નીને મોટરસાયકલમા લઇ જતા-જતા પતિ પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વિપુલભાઈએ બોટાદ પોલીસ મથકમાં પતિ પત્ની વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૩૦૮(૫),૩૦૮(૬), ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદમાં નવરાત્રિના આયોજક પર મહિલાનો છરી વડે હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પતિ પત્નીએ યુવાનને મારી નાખવાની ધમકી આપી

- નવરાત્રિના આયોજનમાં મહિલાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને માર માર્યો

ભાવનગર : બોટાદના ગઢડા રોડ પર રહેતા યુવાને નવરાત્રીનું આયોજન કરેલું હોય આજ ગામે રહેતી મહિલા આ નવરાત્રીના આયોજનમાં આવી ગાળો બોલતી હોય યુવાને ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો હતો દરમિયાનમાં મહિલાના પતિ આવી જતા પતિ પત્નીએ યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવવાની જાણવા મળતી વિગત અનુસાર, બોટાદના ગઢડા રોડ પર રહેતા વિપુલભાઈ દિનેશભાઈ મેણીયાએ ગઢડા રોડ માધવ પાર્ક ગુરુકુળ પાછળ નવરાત્રીનું આયોજન કર્યું છે.આ નવરાત્રીનાં આયોજનમાં સિધ્ધિબેન હરેશભાઈ સાપરા આવી ગાળો બોલતા હોય વિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા સિધ્ધિબેન ઘરે જઈ છરી લાવી વિપુલભાઈને છરી મારવા જતા છરી પકડી લેતા ડાબા હાથની વચલી આંગળીએ મુંઢ ઇજા થઇ હતી. અને  પેટના ડાબા ભાગે આ છરી થી લસરકો થયો હતો. જેથી વિપુલભાઈએ કહેલ કે તું ઉભી રહે ૧૧૨ નંબરમાં ફોન કરું છું તેમ કહેતા સિધ્ધીબેને વિપુલભાઈને કહેલ કે તું તારો ફોન મને આપી દે નહીં તો સારા વાટ નહીં રે તેમ કહેતા ફોન સિધ્ધીબેનને આપી દીધો હતો. અને આ વખતે પતિ હરેશ સાપરા તેનું મોટરસાયકલ લઈને ત્યાં આવી જઇ પત્નીને મોટરસાયકલમા લઇ જતા-જતા પતિ પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વિપુલભાઈએ બોટાદ પોલીસ મથકમાં પતિ પત્ની વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૩૦૮(૫),૩૦૮(૬), ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.