હવે બારીનો સમય સવારે 5થી બપોરના 1અને બપોરના 1થી રાતના 9 કરાયો
સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં અગાઉ એડવાન્સ બુકીંગની બારી 2 શીફટમાં ચાલતી હતી. પરંતુ છેલ્લા 9 માસથી આ બારી 1 શીફટમાં ફકત સવારના 9 થી સાંજના 5 સુધી કરી દેવાતા મુસાફરો પરેશાન થતા હતા. આ અંગેની છેક વિભાગીય નીયામક, રાજકોટ સુધી રજુઆતો બાદ તા. 7-10-24થી એડવાન્સ બુકીંગની બારી 2 શીફટમાં કરી દેવાઈ છે.સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાંથી ઉપડતી બસોના સમય પહેલા અડધો કલાક પહેલા એડવાન્સ બુકીંગ અને ઈન્કવાયરીની બારી ખુલી જતી હતી. જેમાં 2 શીફટમાં કામ થતુ હતુ. ત્યારે સવારે સુરેન્દ્રનગરથી સૌ પ્રથમ 4-45 કલાકે ઉપડતી સુરેન્દ્રનગર-પાવગઢ રૂટ, ત્યારબાદ સુરેન્દ્રનગર-અમદાવાદ વોલ્વો સહિતની બસો માટે મુસાફરો થોડો સમય પહેલા જઈને એડવાન્સ બુકીંગ કરાવી શકતા હતા. પરંતુ છેલ્લા 9 માસથી આ બારીની શીફટ ર માંથી 1 કરી નાંખવામાં આવી છે. અને તેનો સમય સવારના 9 થી સાંજના 5 નો કરી દેવાયો હતો. જેને લીધે મુસાફરોને સવારના સમયે એડવાન્સ બુકીંગ કરાવવામાં મુશકેલી પડે છે. આ ઉપરાંત કોઈને મુસાફરી રદ્દ થાય અને રીફંડ લેવુ હોય તો પણ તેઓને મળી શકતુ નથી. આ વાત ધ્યાને આવતા સુરેન્દ્રનગર એસ.ટી.સલાહકાર સમીતીના સભ્ય વનરાજસીંહ રાણાએ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત અને છેક રાજકોટ વિભાગીય નીયામક સુધી રજુઆતો કરી હતી. ત્યારે એસ.ટી.વિભાગ દ્વારા હવે ફરી એડવાન્સ બુકીંગની બારીની 2 શીફટ કરાતા મુસાફરોમાં આનંદ ફેલાયો છે. સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં એડવાન્સ બુકીંગની બારી તા. 7-10થી દરરોજ સવારે 5 કલાકથી બપોરના 1 સુધી અને 1 થી રાતના 9 સુધી ખુલી રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં અગાઉ એડવાન્સ બુકીંગની બારી 2 શીફટમાં ચાલતી હતી. પરંતુ છેલ્લા 9 માસથી આ બારી 1 શીફટમાં ફકત સવારના 9 થી સાંજના 5 સુધી કરી દેવાતા મુસાફરો પરેશાન થતા હતા. આ અંગેની છેક વિભાગીય નીયામક, રાજકોટ સુધી રજુઆતો બાદ તા. 7-10-24થી એડવાન્સ બુકીંગની બારી 2 શીફટમાં કરી દેવાઈ છે.
સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાંથી ઉપડતી બસોના સમય પહેલા અડધો કલાક પહેલા એડવાન્સ બુકીંગ અને ઈન્કવાયરીની બારી ખુલી જતી હતી. જેમાં 2 શીફટમાં કામ થતુ હતુ. ત્યારે સવારે સુરેન્દ્રનગરથી સૌ પ્રથમ 4-45 કલાકે ઉપડતી સુરેન્દ્રનગર-પાવગઢ રૂટ, ત્યારબાદ સુરેન્દ્રનગર-અમદાવાદ વોલ્વો સહિતની બસો માટે મુસાફરો થોડો સમય પહેલા જઈને એડવાન્સ બુકીંગ કરાવી શકતા હતા. પરંતુ છેલ્લા 9 માસથી આ બારીની શીફટ ર માંથી 1 કરી નાંખવામાં આવી છે. અને તેનો સમય સવારના 9 થી સાંજના 5 નો કરી દેવાયો હતો. જેને લીધે મુસાફરોને સવારના સમયે એડવાન્સ બુકીંગ કરાવવામાં મુશકેલી પડે છે. આ ઉપરાંત કોઈને મુસાફરી રદ્દ થાય અને રીફંડ લેવુ હોય તો પણ તેઓને મળી શકતુ નથી. આ વાત ધ્યાને આવતા સુરેન્દ્રનગર એસ.ટી.સલાહકાર સમીતીના સભ્ય વનરાજસીંહ રાણાએ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત અને છેક રાજકોટ વિભાગીય નીયામક સુધી રજુઆતો કરી હતી. ત્યારે એસ.ટી.વિભાગ દ્વારા હવે ફરી એડવાન્સ બુકીંગની બારીની 2 શીફટ કરાતા મુસાફરોમાં આનંદ ફેલાયો છે. સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં એડવાન્સ બુકીંગની બારી તા. 7-10થી દરરોજ સવારે 5 કલાકથી બપોરના 1 સુધી અને 1 થી રાતના 9 સુધી ખુલી રહેશે.