પાલિતાણા-તળાજા રોડ પર S.T. અડફેટે યુવાનનું મોત

- મરણના કામે જઈ રહ્યા હતા ત્યારે કાળનું તેડું આવ્યું- બસના ચાલકે ઓવરટેક કરતી વેળાએ બાઈકને ટક્કર મારીભાવનગર : પાલિતાણાથી સાંજણાસર ગામે મરણના કામે જઈ રહેલા યુવાનનું એસ.ટી. બસની ટક્કરે મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી બસનો ચાલક નાસી ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના તળાવ વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ મગનભાઈ ચણિયાળા (ઉ.વ.૫૭)ના નાનાભાઈ પ્રવીણભાઈ ગત તા.૧૫-૭ના રોજ સાંજણાસર ગામે મરણના કામે જઈ રહ્યા હતા. ત્યારે પાલિતાણા-તળાજા રોડ પર આવેલ વિરાયતન સ્કૂલની બાજુમાં પહોંચતા પાછળથી આવી રહેલ એસ.ટી. બસ નં.જીજે.૧૮.ઝેડ.૬૭૧૪ના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઈક નં.જીજે.૧૬.એમ.૫૫૪૧ને ટલ્લો મારતા પ્રવીણભાઈને ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફતે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબે પ્રવીણભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ધીરૂભાઈ ચણીયાળાએ એસ.ટી. બસના ચાલક સામે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૨૮૧, ૧૦૬, ૧૨૫ (એ), ૧૨૫ (બી) અને એમ.વી. એક્ટની કલમ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલિતાણા-તળાજા રોડ પર S.T. અડફેટે યુવાનનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મરણના કામે જઈ રહ્યા હતા ત્યારે કાળનું તેડું આવ્યું

- બસના ચાલકે ઓવરટેક કરતી વેળાએ બાઈકને ટક્કર મારી

ભાવનગર : પાલિતાણાથી સાંજણાસર ગામે મરણના કામે જઈ રહેલા યુવાનનું એસ.ટી. બસની ટક્કરે મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી બસનો ચાલક નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના તળાવ વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ મગનભાઈ ચણિયાળા (ઉ.વ.૫૭)ના નાનાભાઈ પ્રવીણભાઈ ગત તા.૧૫-૭ના રોજ સાંજણાસર ગામે મરણના કામે જઈ રહ્યા હતા. ત્યારે પાલિતાણા-તળાજા રોડ પર આવેલ વિરાયતન સ્કૂલની બાજુમાં પહોંચતા પાછળથી આવી રહેલ એસ.ટી. બસ નં.જીજે.૧૮.ઝેડ.૬૭૧૪ના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઈક નં.જીજે.૧૬.એમ.૫૫૪૧ને ટલ્લો મારતા પ્રવીણભાઈને ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફતે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબે પ્રવીણભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ધીરૂભાઈ ચણીયાળાએ એસ.ટી. બસના ચાલક સામે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૨૮૧, ૧૦૬, ૧૨૫ (એ), ૧૨૫ (બી) અને એમ.વી. એક્ટની કલમ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.