'નલ સે છલ'!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છે

Feb 14, 2026 - 19:30
'નલ સે છલ'!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur, Bhorda Village Water Struggle: સરકારની બહુચર્ચિત અને 'પાણીદાર' ગણાતી 'નલ સે જળ' યોજના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સરહદી વિસ્તારમાં આવેલા 5000ની વસ્તી ધરાવતા ભોરદા ગામમાં કરોડોના ખર્ચે યોજના તો આવી, પરંતુ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે આજે પણ મહિલાઓને બે બેડા પાણી માટે સીમમાં ભટકવું પડી રહ્યું છે.

શોભાના ગાંઠિયા સમાન નલ

મળતી માહિતી અનુસાર, ભોરદા ગામમાં તંત્ર દ્વારા ઘરે-ઘરે નલ કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ચાર વર્ષથી આ નલમાં ટીપું પાણી આવ્યું નથી. ગામના કેટલાક વિસ્તારોમાં તો હજુ સુધી પાઈપલાઈન પણ પહોંચી નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0