નર્મદાના વિસ્થાપિતોએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કરી મુલાકાત, પડતર મુદ્દાઓની કરી રજૂઆત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના વિસ્થાપિતોના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા કે વિવાદપંચના ચુકાદાને આધીન ડુબાણમાં જતા ખાતેદારોના પુત્રને લાયકાત મુજબ સરકારી નોકરી આપવામાં આવશે તેવો ઠરાવ રાજ્યપાલના આદેશથી પસાર કરવામાં આવ્યો હતો.3322 ખાતેદારોના એક પણ પુત્રને સરકારી નોકરી મળી નથી પરંતુ 19 ગામના 3322 ખાતેદારોના એક પણ પુત્રને સરકારી નોકરી મળી નથી. આ મુદ્દા પર રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ. બીજી મહત્વપૂર્ણ બાબત કે, ડુબાણમાં જતા વિસ્થાપિતને નોન કોમન એરિયાની જમીન આપવામાં આવેલી છે, તેઓને ત્રણ અસરગ્રસ્તનું યુનિટ બનાવીને એક ટ્યુબવેલ અને એક લાઈટ કનેક્શન પણ આપવામાં આવેલા છે, જેમાં દરેકમાં બે હેક્ટરમાં પિયત ન થાય એટલો પાણીનો પુરવઠો મળેલો છે. જેનાથી યુનિટના બે અસરગ્રસ્તોને બિલકુલ પિયત વાળી જમીન આપવામાં આવેલી નથી, માટે અમારી માગ છે કે તમામને પિયત વાળી જમીન આપવામાં આવે. ત્રણ રાજ્યોને એક સરખી પોલિસી લાગુ કરવામાં આવેલી છે વધુ એક મહત્વપૂર્ણ બાબત કે જે ખાતેદારના 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા પુખ્ત વયના પુત્રને અલગ કુટુંબ ગણીને તમામ લાભોની જોગવાઈ કરવામાં આવેલી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોને એક સરખી પોલિસી લાગુ કરવામાં આવેલી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્થાપિતોને cut of date નક્કી કરવાની પોલિસીમાં મતભેદ રાખવામાં આવેલા છે, જેથી સરખી પોલિસીનો અમલ કરાવી બાકીના પુત્રને ન્યાય આપવામાં આવે તેવી અમારી વિનંતી છે. જમીનોનો પુનઃ સર્વે કરી લાભો આપવાની માગ વધુ એક બાબત કે 19 ગામના વધારાની જમીનનો ડુબાણમાં જતો તથા ભૌગોલિક સ્થિતિ પ્રમાણે નદીનાાળા કોતરોમાં વસવાટ કરતા વિસ્થાપિતોની ટાપુ બનેલી જમીનનો સંપાદન કરવાની થાય છે. આ જમીનોનું પુનઃ સર્વે કરી જળસ્ત્રાવો વિસ્તાર વધારી નિયમ મુજબ લાભો આપવા વિનંતી કરવામાં આવે છે. 19 ગામના ખાતેદારોની જેટલી જમીન ડુબાણમાં ગઈ હોય તેટલી જમીન ચુકાદા મુજબ આપવાની થાય છે, તેવા ખાતેદારને પુખ્ત વયના પુત્રોને આપવામાં આવેલી જમીનમાં સમાવેશ કરી જમીન પૂર્ણ કરેલી છે, જેના કારણે ઘણા બધા ખાતેદારોને એવોર્ડ મુજબની જમીન આપવાની થાય છે જે જમીનો ફાળવવા વિનંતી કરવામાં આવે છે. 

નર્મદાના વિસ્થાપિતોએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કરી મુલાકાત, પડતર મુદ્દાઓની કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના વિસ્થાપિતોના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા કે વિવાદપંચના ચુકાદાને આધીન ડુબાણમાં જતા ખાતેદારોના પુત્રને લાયકાત મુજબ સરકારી નોકરી આપવામાં આવશે તેવો ઠરાવ રાજ્યપાલના આદેશથી પસાર કરવામાં આવ્યો હતો.

3322 ખાતેદારોના એક પણ પુત્રને સરકારી નોકરી મળી નથી

પરંતુ 19 ગામના 3322 ખાતેદારોના એક પણ પુત્રને સરકારી નોકરી મળી નથી. આ મુદ્દા પર રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ. બીજી મહત્વપૂર્ણ બાબત કે, ડુબાણમાં જતા વિસ્થાપિતને નોન કોમન એરિયાની જમીન આપવામાં આવેલી છે, તેઓને ત્રણ અસરગ્રસ્તનું યુનિટ બનાવીને એક ટ્યુબવેલ અને એક લાઈટ કનેક્શન પણ આપવામાં આવેલા છે, જેમાં દરેકમાં બે હેક્ટરમાં પિયત ન થાય એટલો પાણીનો પુરવઠો મળેલો છે. જેનાથી યુનિટના બે અસરગ્રસ્તોને બિલકુલ પિયત વાળી જમીન આપવામાં આવેલી નથી, માટે અમારી માગ છે કે તમામને પિયત વાળી જમીન આપવામાં આવે.

ત્રણ રાજ્યોને એક સરખી પોલિસી લાગુ કરવામાં આવેલી છે

વધુ એક મહત્વપૂર્ણ બાબત કે જે ખાતેદારના 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા પુખ્ત વયના પુત્રને અલગ કુટુંબ ગણીને તમામ લાભોની જોગવાઈ કરવામાં આવેલી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોને એક સરખી પોલિસી લાગુ કરવામાં આવેલી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્થાપિતોને cut of date નક્કી કરવાની પોલિસીમાં મતભેદ રાખવામાં આવેલા છે, જેથી સરખી પોલિસીનો અમલ કરાવી બાકીના પુત્રને ન્યાય આપવામાં આવે તેવી અમારી વિનંતી છે.

જમીનોનો પુનઃ સર્વે કરી લાભો આપવાની માગ

વધુ એક બાબત કે 19 ગામના વધારાની જમીનનો ડુબાણમાં જતો તથા ભૌગોલિક સ્થિતિ પ્રમાણે નદીનાાળા કોતરોમાં વસવાટ કરતા વિસ્થાપિતોની ટાપુ બનેલી જમીનનો સંપાદન કરવાની થાય છે. આ જમીનોનું પુનઃ સર્વે કરી જળસ્ત્રાવો વિસ્તાર વધારી નિયમ મુજબ લાભો આપવા વિનંતી કરવામાં આવે છે. 19 ગામના ખાતેદારોની જેટલી જમીન ડુબાણમાં ગઈ હોય તેટલી જમીન ચુકાદા મુજબ આપવાની થાય છે, તેવા ખાતેદારને પુખ્ત વયના પુત્રોને આપવામાં આવેલી જમીનમાં સમાવેશ કરી જમીન પૂર્ણ કરેલી છે, જેના કારણે ઘણા બધા ખાતેદારોને એવોર્ડ મુજબની જમીન આપવાની થાય છે જે જમીનો ફાળવવા વિનંતી કરવામાં આવે છે.