દીવા તળે અંધારું : વલસાડ નગર પાલિકા કચેરીની 500 મીટરની ત્રિજ્યામાં જ રસ્તા અત્યંત બિસ્માર

Jun 29, 2026 - 03:30
દીવા તળે અંધારું : વલસાડ નગર પાલિકા કચેરીની 500 મીટરની ત્રિજ્યામાં જ રસ્તા અત્યંત બિસ્માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ પાલિકા કચેરીની 500 મીટરની ત્રિજ્યામાં વિવિધ રસ્તા પર ઠેર ઠેર પડી ગયેલા ખાડાને કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની રહી છે. પાલિકા દ્વારા ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલા તાત્કાલિક રીતે રસ્તાનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગણી નગરજનોમાં ઉઠી છે.

પાલિકા કચેરીની ત્રિજ્યામાં આવેલા શહેરના હાર્દ સમાન આઝાદ ચોક, લિંક રોડ અને સ્ટેડિયમ રોડ પરથી વાહનચાલકો અને રાહદારીઓની રાઉન્ડ ધ ક્લોક અવરજવર રહે છે. આ તમામ મહત્ત્વપૂર્ણ રસ્તાનું રિ-સરફેસિંગ કરવા માટે પાલિકાના શાસકો સહિતના અધિકારીઓએ બેદરકારી દાખવતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે.

પાલિકા કચેરીની અડોઅડ આવેલ લિંક રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ ઉપરાંત સ્ટેડિયમ રોડ અને શહેરના હાર્દ સમાન આઝાદ ચોકથી સૌરવ પથને જોડતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા પેચવર્ક સુધ્ધાં નહિ કરાતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાના સંજોગોમાં બિસ્માર રસ્તામાં વધુ ઊંડા ખાડા પડે તેવી શક્યતા છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તા વધુ જોખમી બને તે પહેલા, પાલિકા દ્વારા તાત્કાલિક અને હંગામી ધોરણે પેચવર્ક કરી, પાણી પહેલાં પાળ બાંધવામાં આવે તેવી લાગણી નગરજનોએ વ્યક્ત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0