Dabhoi: પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો દારૂ ઝડપાયો

Jun 29, 2026 - 06:00
Dabhoi: પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇ પોલીસે રવિવારે પલાસવાડા રેલવે ફાટક પાસેથી બાતમીને આધારે છોટાઉદેપુર તરફથી ભાવનગર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે પાઇલોટિંગ કરતી કારમાંથી બે ઇસમને ઝડપી પાડયાં હતા. જ્યારે દારૂ ભરેલી કારનો ચાલક પોલીસને દૂરથી જોઇ જતા સ્થળ ઉપરથી ફરાર થયો હતો. ઓપરેશન પરાક્રમ અંતર્ગત રવિવારે ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ટી. પટેલને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની TUV 300 ગાડી રજી.નં GJ-04-CJ-3079માં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી નસવાડી બુંજેઠા થઇ ડભોઇ વડોદરા થઈ ભાવનગર તરફ જનાર છે. તથા એક સફેદ કલરની ઇકો ગાડી રજી.નં. GJ-04-EJ-2368મા બે ઇસમો TUV 300 ગાડીનુ પાઇલોટીંગ કરી રહેલ છે. જેને આધારે પોલીસે પલાસવાડા રેલવે ફાટક પાસે બાતમીવાળી બંને ગાડી આવતા તેને રોકીને ઇકો કારમાંથી બે ઇસમો પકડી પાડયાં હતા. અને તેની પાછળ આવતી મહીન્દ્રા કંપનીની TUV300 ગાડીનો ચાલકે દૂરથી ગાડીને પોલીસે રોકેલી જોઇ જતાં કાર મૂકી નાસી ગયો હતો. TUV300 કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો 1384 નંગ જેની આશરે કિં. રૂા. 4, 42, 424નો જથ્થો મળી આવ્યો હતો. ડભોઇ પોલીસે આરોપી સંતોષ પ્રવિણ જેઠવા (ઉં.24 રહે. હાથબ બાજોઠીયાવાડી તા. જી. ભાવનગર), સાગર પ્રેમજી બારૈયા (ઉં.21 રહે. હાથબ તા.જી.ભાવનગર)ની અટકાયત કરી હતી. જ્યારે દારૂ ભરેલી કાર છોડીને ફરાર થયેલ આરોપી યોગેશ ઉર્ફે પથુ લાભુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0