થાન ના જામવાળી ગામના ભુમાફીયા પિતા અને પુત્રને ચોટીલા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે ભાગેડું જાહેર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પિતા અને પુત્રએ જામવાળી ગામની સીમમાં મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલ, સફેદ માટી અને સેન્ડ સ્ટોનનું ખનન કર્યું છે
સમન્સ તેમજ વોરંટ પાઠવ્યા બાદ પણ બન્ને પોલીસ સમક્ષ હાજર ન થતા કડક કાર્યવાહી હાથધરાઈ
આગામી તા.૧ જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો
સમયમર્યાદા દરમ્યાન હાજર નહિં થાય તો મિલ્કત જપ્તીની કાર્યવાહી કરાશે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લામાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની ખનીજ સં૫ત્તિનું ખનન અને વહનની મોટાપાયે ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી રેઈડ કરી ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ થાન તાલુકાના જામવાળી ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન કરનાર પિતા અને પુત્ર છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી બહાર હોવાથી તેમજ વોરંટની પણ બજવણી ન થતાં બન્નેને ભાગેડું જાહેર કરી આગામી ૩૦ દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
What's Your Reaction?






