ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ

May 1, 2026 - 04:30
ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે મૃતદેહ ડી - કમ્પોઝ થઈ જવા મામલે ડોક્ટરો પર હુમલાના ગુનામાં રાવપુરા પોલીસે મૃતકના ચાર મહિલા સહિત 12 સગાંઓની ધરપકડ કરી છે.

ગઈકાલે સવારે સયાજી હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં રાખવામાં આવેલો એક વૃધ્ધાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળતા નારાજ સગા સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવી કોલ્ડરૂમના સ્ટાફ અને તબીબો સાથે મારામારી કરી હતી.

પોલીસે તબીબની ફરિયાદના આધારે ૧૦થી ૧૨ અજાણી વ્યક્તિઓ સામે તબીબ વિશેષ ધારો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે સામાપક્ષો મૃતકના સગાંએ હોસ્પિટલની બેદરકારી મામલે કરેલ અરજીના આધારે તપાસ શરુ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0