ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો - જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લામાં ગત વર્ષે એક કરોડનો ધંધો આ વર્ષે ૪૫ લાખે માંડ પહોંચ્યો
સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, લખતર, પાટડીમાં દિવસભર ઝરમર વરસાદ પડતા મીઠાઈ-ફરસાણની દુકાનોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી
સુરેન્દ્રનગર - સમગ્ર દેશ સાથે રાજ્યમાં નવરાત્રી પર્વ પૂર્ણ થતાં જ દશેરા એટલે કે વિજ્યાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વર્ષોની પરંપરા મુજબ ઝાલાવાડવાસીઓએ દશેરાના દીવસે જલેબી, ફાફડા અને ચોળાફળીની જયાફત માણી ઉજવણી કરી હતી પરંતુ આ વર્ષે દશેરાના દિવસે શહેર તેમજ જીલ્લામાં વરસાદ ખાબકતા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ખરીદીમો લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.
નવરાત્રીના નવ દિવસ ઝાલાવાડવાસીઓએ મન મુકીને ગરબે ધુમ્યા બાદ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વ સંપન્ન થયો હતો જેને બીજે દિવસે અસત્ય પર સત્યનો વિજય એટલે કે વિજયાદશમી તેમજ દશેરા પર્વની પણ ઝાલાવાડવાસીઓએ ઉજવણી કરી હતી. જિલ્લાના લોકો દશેરાના દિવસે જલેબી ચોરાફળીની જયાફત અચુક માણે છે પરંતુ આજે સવારથી જ સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, ધ્રાંગધ્રા, લખતર, પાટડીમાં દિવસભર ઝરમર વરસાદ પડયો હતો જેની સીધી અસર મીઠાઈ અને ફરસાણના દુકાનદારો ઉપર પડી હતી.
What's Your Reaction?






