જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયામાં પુર્વ પંચાયતના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્રના પ્રતાપે છેલ્લા 15 વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના નિર્માણ બાદ ગામના જાહેર અને શેરીઓમાં રસ્તા પર અવાર નવાર ગટરની કુંડિઓમાં ઉભરાતું દુષિત પાણીની સમસ્યાથી પ્રજા પિડાઈ રહી છે.
વર્ષ 2015 માં કેન્દ્ર સરકારની ભુગર્ભ ગટર યોજનામાં નિર્માણના સમય બાદ તંત્ર માટે ગટર યોજનાએ માથાંનો દુખાવો અને લોકો માટે નવી સમસ્યાનું કારણ બની છે. અને જોડિયાની ભુગર્ભ ગટર યોજના તંત્ર માટે નિષ્ફળતાનું કંલક સાબિત થઈ છે. તેમજ દિવસે દિવસે સરકાર માટે જોડિયાની ગટર યોજના "સફેદ હાથી" સમાન બની ચુકી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

