જામનગરના એડવોકેટને મદદ કરવામાં ધરમ કરતાં ધાડ પડી : લગ્ન પ્રસંગમાં ભાડે આપેલા મકાનનો પડાવી લેવાનો કડવો અનુભવ
Jamnagar : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો કિસ્સો બન્યો છે, અને મકાન વાપરવામાટે રાખનાર શખ્સ મારફતે કડવો અનુભવ થયો છે. પુત્રના લગ્ન માટે વાપરવા માટે આપેલું મકાન પડાવી લેવા માટે એડવોકેટને ધમકી આપી, હવે તમે આ મકાનને ભૂલી જજો, અને ભૂલથી મકાન બાજુ આવશો, તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર નવાગામ-ઘેડના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર પંચેશ્વર ટાવર નજીક વંડાફળી શેરી નંબર-2 માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા મનીષભાઈ ચમનલાલ પંડયા (55) એ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા પોતાના મકાનનો કબજો કરી લઇ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સાજીદ કાસમભાઈ ખફી નામના શખ્સ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો કિસ્સો બન્યો છે, અને મકાન વાપરવામાટે રાખનાર શખ્સ મારફતે કડવો અનુભવ થયો છે.
પુત્રના લગ્ન માટે વાપરવા માટે આપેલું મકાન પડાવી લેવા માટે એડવોકેટને ધમકી આપી, હવે તમે આ મકાનને ભૂલી જજો, અને ભૂલથી મકાન બાજુ આવશો, તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર નવાગામ-ઘેડના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર પંચેશ્વર ટાવર નજીક વંડાફળી શેરી નંબર-2 માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા મનીષભાઈ ચમનલાલ પંડયા (55) એ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા પોતાના મકાનનો કબજો કરી લઇ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સાજીદ કાસમભાઈ ખફી નામના શખ્સ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.