ચિત્રોડમાં એક સાથે 8 મંદિરના તાળાં તૂટયા, ઘરેણાં-દાનપેટી ચોરાઇ

તહેવારની રાત્રે તસ્કરોએ મંદિર અભડાવ્યામોડી સાંજ સુધી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી, ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ ગાંધીધામ: રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સાથે આઠ જેટલા દેવ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી તહેવાર સમયે જ મંદિરોને અભડાવતા અને ગ્રામ્ય વિસ્તારમાં સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે. બનાવ બાદ નાનકડા ગામમાં પોલીસ કાફલો દોડી આવી અને મોડી સાંજ સુધી પંચનમાં સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે ગાગોદર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે ગત રાતથી સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના બની હતી.

ચિત્રોડમાં એક સાથે 8 મંદિરના તાળાં તૂટયા, ઘરેણાં-દાનપેટી ચોરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તહેવારની રાત્રે તસ્કરોએ મંદિર અભડાવ્યા

મોડી સાંજ સુધી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી, ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ 

ગાંધીધામ: રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સાથે આઠ જેટલા દેવ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી તહેવાર સમયે જ મંદિરોને અભડાવતા અને ગ્રામ્ય વિસ્તારમાં સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે. બનાવ બાદ નાનકડા ગામમાં પોલીસ કાફલો દોડી આવી અને મોડી સાંજ સુધી પંચનમાં સહિતની કાર્યવાહી કરી હતી. 

આ અંગે ગાગોદર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાપર તાલુકાનાં ચિત્રોડ ગામે ગત રાતથી સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના બની હતી.