ઘેડની અવદશા એ જ વિશ્વગુરૂ, ડબલ એન્જિન અને ગુજરાત મોડલ છે ને!?

Junagadh Ghed Situation: જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના ખેડૂતોએ શુક્રવારે કિસાન કોંગ્રેસના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક ઘેડની સમસ્યાનું નિરાકરણ  કરવાની માંગ ઉઠાવી હતી. ઘેડના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા ત્યારે કલેકટરે તેમની રજૂઆત પણ ન સાંભળતા અધિક કલેકટરને રજૂઆત કરી સંતોષ માનવો પડયો હતો. આ અંગે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, કલેકટર કે તંત્રનો કોઈ અધિકારી અમારી આવી ભયંકર પરિસ્થિતિ સમયે પણ મુલાકાત લેવા આવતા નથી, જેના કારણે અમો રૂબરૂ રજૂઆત કરવા આવ્યા તો અમારી રજૂઆત પણ ઉચ્ચ અધિકારી સાંભળતા નથી. 30-30 વર્ષથી પડતી મુશ્કેલીનો ઉકેલ શોધવાને બદલે વિશ્વગુરૂ, ડબલ એન્જિન સરકાર, ગુજરાત મોડલના દાવાઓ કરી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. કલેક્ટર કચેરીમાં રામધૂન ઘેડમાં વર્ષોથી લગભગ દર ચોમાસે ભયંકર સ્થિતિ સર્જાતી આવી અંગે છેલ્લા 30-30 વર્ષથી ખેડૂતો અને આગેવાનો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયા ઘેડના ખેડૂતો સાથે કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા ત્યારે કલેક્ટર કામમાં હોવાથી મળી શકે તેમ નથી જવાબ આપતા ખેડૂતો સાથે કલેક્ટર કચેરીમાં રામધૂન ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ અધિક કલેકટરને મળી રજૂઆત કરવાનું નક્કી થતા તમામ ખેડૂતો અધિક કલેક્ટરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા.મીડિયાના કેમેરા બંધ કરાવવા લાગ્યાજ્યાં કિસાન નેતાએ અધિક કલેક્ટરને આકરા સવાલો તેઓ મીડિયાના કેમેરા બંધ કરાવવા કહેવા લાગ્યા હતા. ખેડૂતોની રજૂઆત કે, દર વર્ષે આવી સ્થિતિ થાય છે તો કેમ તંત્રના કોઈ અધિકારી કે કલેકટર રૂબરૂ આવતા નથી? ત્યારે અધિક કલેકટરે જવાબ આપ્યો કે, કલેકટર રૂબરૂ આવ્યા હતા. તેવામાં તુરંત જ ખેડૂતોએ કહ્યું કે, ક્યા ગામમાં કલેકટર આવ્યા હતા? તો અધિકારીએ ફેરવી તોળ્યું કે, મને ખબર નથી આમ એકાદ-બે આકરા સવાલોથી અધિકારી વિટંબણામાં મુકાતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ સરકાર અને તેત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 30-30 વર્ષથી વેડના ખેડૂતો તેમની મુશ્કેલી અંગે રજૂઆતો કરી રહ્યા છે કે દર વર્ષે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થાય સમગ્ર ગામો બેટમાં ફેરવાઈ જાય છે, દર વર્ષે આવી મુશ્કેલી ઉભી થાય છે, સંપર્ક વિહોણા રહે છે તો શું આ જ માત્ર એ જ છે કે દર વખતે ઘેડને વિશ્વગુરૂ, ડબલ એન્જીનની આફતમાં મુકી પાણી ઉતરી જાય સરકાર, ગુજરાત મોડલ છે? તેવા સવાલો અધિક કલેક્ટરને કર્યા હતા. ભાજપની કાયમ ખાસિયત રહી છે કે આફતમાં અવસર શોધવો, આ સમસ્યાનું કારણ માત્ર એ જ છે કે દર વખતે ઘેડ આફતમાં મુકી પાણી ઉતરી જાય બાદમાં દર વર્ષે રોડ બનાવે. આ દિવાલ અને રોડ દર વર્ષે તુટે, પાળા તુટે તેમાંથી ભ્રષ્ટાચાર કરે અને તેમાંથી તેમના ઘર ચાલે છે- મૂળ કારણ આ છે.લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર “મોદી ગેરંટી” લઈને આવ્યા હતા!પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા પર આક્ષેપ કરતા પાલ આંબલીયાએ કહ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન બામણાસા ગામે ભાગવત સપ્તાહમાં ઘેડની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે મોદી સાહેબની ગેરંટી લઇને આવ્યો છું, આવતા વર્ષે નદીમાં પૂરના કારણે આવી સ્થિતિ ન થાય તેવું કરી દઇશ તેવી ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારમાં દેખાતા પણ નથી. 

ઘેડની અવદશા એ જ વિશ્વગુરૂ, ડબલ એન્જિન અને ગુજરાત મોડલ છે ને!?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Junagadh Ghed Situation: જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના ખેડૂતોએ શુક્રવારે કિસાન કોંગ્રેસના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક ઘેડની સમસ્યાનું નિરાકરણ  કરવાની માંગ ઉઠાવી હતી. ઘેડના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા ત્યારે કલેકટરે તેમની રજૂઆત પણ ન સાંભળતા અધિક કલેકટરને રજૂઆત કરી સંતોષ માનવો પડયો હતો.

આ અંગે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, કલેકટર કે તંત્રનો કોઈ અધિકારી અમારી આવી ભયંકર પરિસ્થિતિ સમયે પણ મુલાકાત લેવા આવતા નથી, જેના કારણે અમો રૂબરૂ રજૂઆત કરવા આવ્યા તો અમારી રજૂઆત પણ ઉચ્ચ અધિકારી સાંભળતા નથી. 30-30 વર્ષથી પડતી મુશ્કેલીનો ઉકેલ શોધવાને બદલે વિશ્વગુરૂ, ડબલ એન્જિન સરકાર, ગુજરાત મોડલના દાવાઓ કરી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. 

કલેક્ટર કચેરીમાં રામધૂન 

ઘેડમાં વર્ષોથી લગભગ દર ચોમાસે ભયંકર સ્થિતિ સર્જાતી આવી અંગે છેલ્લા 30-30 વર્ષથી ખેડૂતો અને આગેવાનો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયા ઘેડના ખેડૂતો સાથે કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા ત્યારે કલેક્ટર કામમાં હોવાથી મળી શકે તેમ નથી જવાબ આપતા ખેડૂતો સાથે કલેક્ટર કચેરીમાં રામધૂન ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ અધિક કલેકટરને મળી રજૂઆત કરવાનું નક્કી થતા તમામ ખેડૂતો અધિક કલેક્ટરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

મીડિયાના કેમેરા બંધ કરાવવા લાગ્યા

જ્યાં કિસાન નેતાએ અધિક કલેક્ટરને આકરા સવાલો તેઓ મીડિયાના કેમેરા બંધ કરાવવા કહેવા લાગ્યા હતા. ખેડૂતોની રજૂઆત કે, દર વર્ષે આવી સ્થિતિ થાય છે તો કેમ તંત્રના કોઈ અધિકારી કે કલેકટર રૂબરૂ આવતા નથી? ત્યારે અધિક કલેકટરે જવાબ આપ્યો કે, કલેકટર રૂબરૂ આવ્યા હતા. તેવામાં તુરંત જ ખેડૂતોએ કહ્યું કે, ક્યા ગામમાં કલેકટર આવ્યા હતા? તો અધિકારીએ ફેરવી તોળ્યું કે, મને ખબર નથી આમ એકાદ-બે આકરા સવાલોથી અધિકારી વિટંબણામાં મુકાતા જોવા મળ્યા હતા. 

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ સરકાર અને તેત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 30-30 વર્ષથી વેડના ખેડૂતો તેમની મુશ્કેલી અંગે રજૂઆતો કરી રહ્યા છે કે દર વર્ષે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થાય સમગ્ર ગામો બેટમાં ફેરવાઈ જાય છે, દર વર્ષે આવી મુશ્કેલી ઉભી થાય છે, સંપર્ક વિહોણા રહે છે તો શું આ જ માત્ર એ જ છે કે દર વખતે ઘેડને વિશ્વગુરૂ, ડબલ એન્જીનની આફતમાં મુકી પાણી ઉતરી જાય સરકાર, ગુજરાત મોડલ છે? તેવા સવાલો અધિક કલેક્ટરને કર્યા હતા. ભાજપની કાયમ ખાસિયત રહી છે કે આફતમાં અવસર શોધવો, આ સમસ્યાનું કારણ માત્ર એ જ છે કે દર વખતે ઘેડ આફતમાં મુકી પાણી ઉતરી જાય બાદમાં દર વર્ષે રોડ બનાવે. આ દિવાલ અને રોડ દર વર્ષે તુટે, પાળા તુટે તેમાંથી ભ્રષ્ટાચાર કરે અને તેમાંથી તેમના ઘર ચાલે છે- મૂળ કારણ આ છે.

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર “મોદી ગેરંટી” લઈને આવ્યા હતા!

પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા પર આક્ષેપ કરતા પાલ આંબલીયાએ કહ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન બામણાસા ગામે ભાગવત સપ્તાહમાં ઘેડની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે મોદી સાહેબની ગેરંટી લઇને આવ્યો છું, આવતા વર્ષે નદીમાં પૂરના કારણે આવી સ્થિતિ ન થાય તેવું કરી દઇશ તેવી ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારમાં દેખાતા પણ નથી.