ગુજરાતમાં મેઘમહેર: આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Monsoon In Gujarat: ગુજરાતમાં ચોમાસાની શરુઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના પાલીતાણામાં 11 ઈંચ, જેસર-સિહોરમાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહુવાના તલગાજરડા પંથકમાં ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ ઘૂંટણથી લઈ કેડસમા પાણી ભરાયા હતા.
What's Your Reaction?






