ગુજરાતમાં ભારે વરસાદને પગલે બસ સેવા પણ ઠપ, 1000થી વધુ રૂટ બંધ, 4500 ટ્રીપ રદ કરાઈ

Gujarat Rain Updates: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે જનજીવન ત્રસ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં પરિવહન સેવાઓ પણ ખોરવાઈ છે. સાર્વત્રિક વરસાદના કારણે 1 હજારથી વધુ રૂટ પર બસો રદ કરવામાં આવી છે. તેમજ 4 હજારથી વધુ ટ્રીપ પણ મુલતવી રાખવામાં આવી છે.અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે, રેલવે દ્વારા ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તેમજ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે. હજી રાજ્યમાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા ન હોવાથી 1180 બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેના લીધે 4531 ટ્રીપ કેન્સલ થઈ છે. આ પણ વાંચોઃ વડોદરામાં પૂરને કારણે અનેક ટ્રેનો કેન્સલ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, જાણો લેટેસ્ટ અપડેટએસટી નિગમને 1.08 કરોડનું નુકસાનભારે વરસાદના કારણે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું કામકાજ આજે બંધ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂટ પર પણ અસર થઈ છે. બસ સેવાઓ ખોરવાઈ જતાં એસટી નિગમને અંદાજે રૂ. 1.08 કરોડનું નુકસાન થશે. બંગાળની ખાડીમાં એર સર્ક્યુલેશનની સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. હજી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદનું જોખમ ગુજરાતમાંથી સીધું પાકિસ્તાનહવામાન વિભાગ(IMD)ના રિપોર્ટ અનુસાર, છેલ્લા છ કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે એર સર્ક્યુલેશન સાથે સર્જાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આજે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતી. જે હવે ગુજરાતના નલિયામાંથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં અને પાકિસ્તાનના કરાંચીથી અંદાજે 320 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ સ્થિત છે. તે અતિ ઝડપે આ દિશામાં આગળ વધી રહી છે. જેથી 29 ઑગસ્ટની સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના તટો પરથી આ સિસ્ટમનું જોખમ પાકિસ્તાન તરફ જશે. આજ સાંજ સુધી ગુજરાતમાં તેની અસર વર્તાશે, બાદમાં વરસાદનું જોર ઘટશે. 

ગુજરાતમાં ભારે વરસાદને પગલે બસ સેવા પણ ઠપ, 1000થી વધુ રૂટ બંધ, 4500 ટ્રીપ રદ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat heavy Rain

Gujarat Rain Updates: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે જનજીવન ત્રસ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં પરિવહન સેવાઓ પણ ખોરવાઈ છે. સાર્વત્રિક વરસાદના કારણે 1 હજારથી વધુ રૂટ પર બસો રદ કરવામાં આવી છે. તેમજ 4 હજારથી વધુ ટ્રીપ પણ મુલતવી રાખવામાં આવી છે.

અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે, રેલવે દ્વારા ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તેમજ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે. હજી રાજ્યમાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા ન હોવાથી 1180 બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેના લીધે 4531 ટ્રીપ કેન્સલ થઈ છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં પૂરને કારણે અનેક ટ્રેનો કેન્સલ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, જાણો લેટેસ્ટ અપડેટ

એસટી નિગમને 1.08 કરોડનું નુકસાન

ભારે વરસાદના કારણે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું કામકાજ આજે બંધ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂટ પર પણ અસર થઈ છે. બસ સેવાઓ ખોરવાઈ જતાં એસટી નિગમને અંદાજે રૂ. 1.08 કરોડનું નુકસાન થશે. બંગાળની ખાડીમાં એર સર્ક્યુલેશનની સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. હજી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદનું જોખમ ગુજરાતમાંથી સીધું પાકિસ્તાન

હવામાન વિભાગ(IMD)ના રિપોર્ટ અનુસાર, છેલ્લા છ કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે એર સર્ક્યુલેશન સાથે સર્જાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આજે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતી. જે હવે ગુજરાતના નલિયામાંથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં અને પાકિસ્તાનના કરાંચીથી અંદાજે 320 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ સ્થિત છે. તે અતિ ઝડપે આ દિશામાં આગળ વધી રહી છે. જેથી 29 ઑગસ્ટની સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના તટો પરથી આ સિસ્ટમનું જોખમ પાકિસ્તાન તરફ જશે. આજ સાંજ સુધી ગુજરાતમાં તેની અસર વર્તાશે, બાદમાં વરસાદનું જોર ઘટશે.