ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Heavy Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાતાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ સહિના વિસ્તારોમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે, ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 22 જુલાઈ સુધીમાં રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાત, 23-24 જુલાઈના દિવસે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.22 જુલાઈ સુધી રાજ્યમાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22 જુલાઈ સુધીમાં રાજ્યમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે. જેમાં સૌરષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ સહિતા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તેવામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.23-24 જુલાઈના દિવસે રાજ્યમાં ઓરેન્જ એલર્ટહવામાન વિભાગે રાજ્યમાં 23 અને 24 જુલાઈના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.આ પણ વાંચો : પોરબંદર-દ્વારકા પાણી પાણી, હજુ 7 દિવસ ગુજરાતને ધમરોળશે વરસાદ, જાણો હવે કયા જિલ્લાનો વારો24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. આ ઉપરાંત 25મી અને 26મી જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

IMD

Heavy Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાતાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ સહિના વિસ્તારોમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે, ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 22 જુલાઈ સુધીમાં રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાત, 23-24 જુલાઈના દિવસે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

22 જુલાઈ સુધી રાજ્યમાં રેડ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22 જુલાઈ સુધીમાં રાજ્યમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે. જેમાં સૌરષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ સહિતા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તેવામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગે રાજ્યમાં 23 અને 24 જુલાઈના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો : પોરબંદર-દ્વારકા પાણી પાણી, હજુ 7 દિવસ ગુજરાતને ધમરોળશે વરસાદ, જાણો હવે કયા જિલ્લાનો વારો

24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. આ ઉપરાંત 25મી અને 26મી જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે.