ગુજરાતના કચ્છમાં ફરી 3.1ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું
Earthquake in Kutch: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી.
![ગુજરાતના કચ્છમાં ફરી 3.1ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739155918632.webp?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -