ગાંધીનગરના 44 ગામોમાં શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ, પાણીના ક્લોરિનેશન TEST FAIL

જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો છતાં સ્થાનિક તંત્ર સુધરતું નથીવારંવાર સુચના આપવા છતા આરોગ્ય વિભાગે ટેસ્ટ કરતા ગુનાહિત બેદરકારી બહાર આવી : જિલ્લા વિકાસ અધિકારી નોટિસ ફટકારશેગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યા બાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દરેક ગામોમાં પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે સુચના આપી હતી પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્થળ તપાસ કરતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ૨૮૨ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૪૪ ગામોમાં પાણીનું ક્લોરિનેશન ફેઇલ બતાવવામાં આવી હતું.જેના પગલે ડીડીઓ દ્વારા આ ગામોના સ્થાનિક તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર શહેર અને જિલ્લાના ગામોમાં પાણીજન્ય કોલેરાના કેસ એક પછી એક વિસ્તારમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રોગચાળો જીવલેણ સાબિત થાય તે પહેલા સુપર ક્લોરીનેશન કરીને જ તમામ વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પડાવામાં આવે તે અંગે કલેક્ટર અને ડીડીઓ દ્વારા સ્થાનિક તંત્રોને સુચના આપી દેવામાં આવી છે પંરતુ આ સુચના પ્રમાણે પાણીનું ક્લોરીનેશન થતું નથી તે તાજેતરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા ટેસ્ટીંગમાં સામે આવ્યું છે. શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ ગાંધીનગર જિલ્લાના ગામોમાં પણ જોવા મળ્યો છે. ઉચ્ચ અધિકારીઓ પણ લેટર લખીને છુટી જતા હોય તે રીતે પરિપત્ર કરીને દે છે પરંતુ સ્થાનિક તંત્ર પણ દરેક સરકારી સુચનાની જેમ પાણી ક્લોરીનેશનની સુચનાને પણ ઘોળીને પી ગયા છે. ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા તાજેતરમાં ગામે ગામ જઇને જ્યાંથી પાણી પુરવઠો આપવામાં આવે છે તે ઓવરહેડ ટાંકી, સંપ સહિતી જ્યાએથી સેમ્પલ લઇને ત્યાં જ કિટ મારફતે ચેકીંગ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગામોમાંથી કુલ ૨૮૨ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૪ જેટલા સેમ્પલમાં ફેઇલ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રએ વહિવટી તંત્રનું ધ્યાન દોરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ ગામોને નોટિસ ફટકારીને પાણીનું સુપર ક્લોરીનેસન કરીને જ પુરવઠો પુરો પાડવા માટે તાકિદ કરવામાં આવી છે. 

ગાંધીનગરના 44 ગામોમાં શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ, પાણીના ક્લોરિનેશન TEST FAIL

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો છતાં સ્થાનિક તંત્ર સુધરતું નથી

વારંવાર સુચના આપવા છતા આરોગ્ય વિભાગે ટેસ્ટ કરતા ગુનાહિત બેદરકારી બહાર આવી : જિલ્લા વિકાસ અધિકારી નોટિસ ફટકારશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યા બાદ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દરેક ગામોમાં પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે સુચના આપી હતી પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્થળ તપાસ કરતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ૨૮૨ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૪૪ ગામોમાં પાણીનું ક્લોરિનેશન ફેઇલ બતાવવામાં આવી હતું.જેના પગલે ડીડીઓ દ્વારા આ ગામોના સ્થાનિક તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે.

ગાંધીનગર શહેર અને જિલ્લાના ગામોમાં પાણીજન્ય કોલેરાના કેસ એક પછી એક વિસ્તારમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રોગચાળો જીવલેણ સાબિત થાય તે પહેલા સુપર ક્લોરીનેશન કરીને જ તમામ વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પડાવામાં આવે તે અંગે કલેક્ટર અને ડીડીઓ દ્વારા સ્થાનિક તંત્રોને સુચના આપી દેવામાં આવી છે પંરતુ આ સુચના પ્રમાણે પાણીનું ક્લોરીનેશન થતું નથી તે તાજેતરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા ટેસ્ટીંગમાં સામે આવ્યું છે. શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ ગાંધીનગર જિલ્લાના ગામોમાં પણ જોવા મળ્યો છે. ઉચ્ચ અધિકારીઓ પણ લેટર લખીને છુટી જતા હોય તે રીતે પરિપત્ર કરીને દે છે પરંતુ સ્થાનિક તંત્ર પણ દરેક સરકારી સુચનાની જેમ પાણી ક્લોરીનેશનની સુચનાને પણ ઘોળીને પી ગયા છે.

ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા તાજેતરમાં ગામે ગામ જઇને જ્યાંથી પાણી પુરવઠો આપવામાં આવે છે તે ઓવરહેડ ટાંકી, સંપ સહિતી જ્યાએથી સેમ્પલ લઇને ત્યાં જ કિટ મારફતે ચેકીંગ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગામોમાંથી કુલ ૨૮૨ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૪ જેટલા સેમ્પલમાં ફેઇલ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રએ વહિવટી તંત્રનું ધ્યાન દોરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ ગામોને નોટિસ ફટકારીને પાણીનું સુપર ક્લોરીનેસન કરીને જ પુરવઠો પુરો પાડવા માટે તાકિદ કરવામાં આવી છે.